નાગડાવાસ News

આ ગામમાં ચૂંટણી પહેલા જ નક્કી થઈ જાય છે સરપંચ અને સભ્યોના નામ
ગ્રામપંચયતની ચૂંટણી (gram panchayat election) પહેલાં જ મોરબીની નાગડાવાસ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. નાગડાવાસમાં આઝાદી બાદ ક્યારે ચૂંટણી યોજાઈ નથી. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આ વાસ્તવિકતા છે. ગામના વડીલો કહે છે કે, 1962 બાદ નાગડાવાસ (nagdavas) માં ક્યારે ગ્રામપંચાયતની ચૂંટણી યોજવામાં આવી નથી. દર વખતે ચૂંટણી પહેલાં વડીલો સરપંચ અને સભ્યો માટે નામ નક્કી કરે છે. જેથી ગ્રામજનો ખુશીથી સ્વીકારી લે છે. વર્ષોથી વડીલોએ શરૂ કરેલી આ પરંપરાને યુવાનોએ પણ ચાલુ રાખી છે. આ વખતે પણ ચૂંટણી પહેલાં નાગડાવાસમાં સરપંચ અને સભ્યોના નામ પર મહોર લાગી ગઈ છે. ગ્રામજનોની એકતાના લીધે નાગડાવાસમાં પંચાયતી રાજ આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ચૂંટણી યોજવાની જરૂર નથી પડી. 
Dec 8,2021, 15:35 PM IST

Trending news