નાણાવટી પંચ News

નાણાવટી પંચના રિપોર્ટમાં નેગેટિવ રિમાર્ક મેળવનાર પૂર્વ IPS અધિકારી આરબી શ્
આજે ગુજરાત વિધાનસભાનું શિયાળુ સત્રનો છેલ્લો દિવસ હતો, જેમાં નાણાવટી પંચે સોંપેલો ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા તેમની કેબિનેટના નેતાઓને ક્લીનચીટ આપવામાં આવી છે. તો બીજી તરફ, ત્રણ અધિકારીઓ માટે આ રિપોર્ટ અત્યંત નેગેટિવ છે. નાણાવટી પંચના રિપોર્ટમાં ગોધરા રમખાણોના સમયમાં તેમની ભૂમિકા નેગેટિવ હોવાનું જણાવાયું છે. જેમાં આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની નકારાત્મક ભૂમિકા હોવાનું રિપોર્ટ કહે છે અને તેમની સામે ડિપાર્ટમેન્ટ લેવલની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં પૂર્વઆઇપીએસ અધિકારી આરબી શ્રી કુમારની વિશ્વસનીયતા સામે જ પ્રશ્નાર્થ ચિન્હ મૂકાયો છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ આર.બી શ્રીકુમારે શું કહ્યું તે જાણીએ...
Dec 11,2019, 16:16 PM IST

Trending news