નિતિન ગડકરી News

#IndiaKaDNA: MSMEની પરિભાષા બદલાઈ, 5 વર્ષમાં 5 કરોડ જોબ્સનું લક્ષ્ય- ગડકરી
Zee Newsના ઇન્ડિયા કા DNA E-C0nclaveમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, એમએસએમઈનું અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન છે. પરંતુ કોરોના સંક્ટના કારણે આ ક્ષેત્રને મોટા ફટકો પડ્યો છે. કેન્દ્ર સરકારે તમામ ક્ષેત્રોને બહાર લાવવા માટે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમાંથી ત્રણ લાખ કરોડ એમએસએમઈ ક્ષેત્રને મળ્યા છે. નિતિન ગડકરીએ કહ્યું કે, કોરોનાના કારણે નિશ્ચિત રૂપથી એમએસએમઈ ક્ષેત્ર સહિત સમગ્ર ઉદ્યોગ જગતને નુકસાન થયું છે પરંતુ તેનો એક સકારાત્મક પાસુ પણ છે. ઉદાહરણ તરીકે, બે મહિના સુધી અમે પી.પી.ઇ કીટ બનાવી નથી. તેનો ચીનથી મંગાવવામાં આવ્યો હતો પરંતુ હવે એક દિવસમાં દેશમાં 3 લાખ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી રહી છે. હવે અમે તેને નિકાસ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
Jun 7,2020, 19:59 PM IST
શિવસેના-NCP અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર લાંબો સમય નહીં ચાલે-ગડકરી
મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય ઉથલપાથલ  બાદ આખરે શિવસેના-કોંગ્રેસ અને એનસીપીના મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi) ની સરકાર બની ગઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ મુખ્યમંત્રી પદનો કાર્યભાર પણ સંભાળી લીધો છે. આવામાં હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gandkari) નું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં કહ્યું કે શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર સિદ્ધાંતો વિરુદ્ધની છે. આવામાં આ સરકાર વધુ દિવસ ચાલશે નહીં. આ ઉપરાંત ગડકરીએ ઝારખંડ ચૂંટણીને લઈને દેશના જીડીપી અંગે પણ પોતાના મંતવ્ય શેર કર્યાં. અત્રે રજુ કર્યા છે વાતચીતના મુખ્ય અંશ...
Dec 4,2019, 17:09 PM IST

Trending news