પત્રકાર પરિષદ News

Coronavirus: રાજ્યમાં કોરોનાથી 802 લોકોના મોત, સંક્રમણનો આંક 13 હજારને પાર
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ (Principal Secretary Of Health) જયંતિ રવિ  (Jayanti Ravi)એ પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 363 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 29 લોકોના મોત થયા છે. જ્યારે 392 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 275 કેસ, વડોદરામાં 21 કેસ, સુરતમાં 29 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ, ગીર સોમનાથમાં 4 કેસ, ખેડામાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, જૂનાગઢમાં 3 કેસ, મહેસાણામાં 2 કેસ અને વલસાડમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે.
May 23,2020, 6:32 AM IST
ગુજરાત બની રહ્યું છે વુહાન? દર ચોથી મિનિટે એક વ્યક્તિ બને છે કોરોનાનો શિકાર
ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 441 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 186 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે. નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 349 કેસ નોંધાયા હતા. આ વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટમાં 1, ભાવનગર-ગાંધીનગર અને પાટણમાં 2-2 કેસ, પંચમહાલમાં 4, બનાસકાંઠામાં 10, મહેસાણામાં 10, બોટાદમાં 8, ખેડામાં 4, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 2, મહીસાગરમાં 4, જૂનાગઢમાં 2 કેસ નોંધાતા કુલ 441 કેસ થયા છે. આ પ્રકારે 441 નવા દર્દીઓ સાથે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 6245 પર પહોંચ્યો છે. જે પૈકી 29 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 4467 સ્ટેબલ છે. 1381 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 368 લોકોનાં મોત નિપજ્યાં છે.
May 5,2020, 19:57 PM IST
રાજ્યમાં વેપારીઓએ પોતાની જવાબદારી સમજવી પડશે, નિયમોનું પાલન કરાવવું પડશે: શિવાનંદ ઝા
 રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉનનો આ અંતિમ તબક્કો ખુબ નિર્ણાયક સાબિત થઈ શકે છે. ત્યારે કોરોના સંક્રમણથી બચાવ માટે સાવચેતી જ એકમાત્ર સાચુ હથિયાર બની રહેશે. આ મહામારીની લડાઈ લાંબી છે. ત્યારે સંક્રમિત વિસ્તારોમાં વધુ સર્વેલન્સ હાથ ધરવા પોલીસકર્મીઓને ચોક્કસ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ વડાએ આજે જણાવ્યું કે, વેપારીઓ પોતે પણ સચેત થાય અને પોતે માસ્ક પહેરે અને ગ્રાહકો પણમાસ્ક પહેરીને આવે તે જરૂરી છે. અનેક વેપારીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંબોરવેલ ફિટિંગ કરવા માટે જતા લોકોને પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે. આવા કિસ્સાઓમાં હવે પોલીસ બોરવેલ કે સિંચાઇના પંપના કામ માટે જતા કોઇ પણ વ્યક્તિને અટકાવે નહી તેવા નિર્દે્શ અપાયા છે. તેમને કોઇ વિશેષ પાસની જરૂર નહી રહે અને માત્ર તેમના ડ્રાયવિંગ લાયસન્સના આધારે થશે.
Apr 28,2020, 17:36 PM IST
ગુજરાતમાં કોરોનાના 3548 પોઝિટીવ કેસ, અમદાવાદમાં 197 કેસ સાથે કુલ 247 નવા કેસ
Apr 27,2020, 20:25 PM IST

Trending news