મોતનો મલાજો ન સચવાયો News

શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા
આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહિ... કોઈને પણ ફોન લગાવો એટલે આવતી કોલરટ્યુટનમાં સૌથી પહેલુ વાક્ય આ જ હોય છે. કોરોના મહામારીમાં કોરોનાના દર્દી સાથે અછૂત જેવો વહેવાર ન કરવાની વારંવાર સરકાર તથા તબીબો દ્વારા સલાહ આપવામા આવે છે. તેમ છતાં લોકો લાગણી ભૂલી જાય છે. ગુજરાતમા એક મૃતદેહ છેલ્લાં 23 કલાકથી અંતિમ સંસ્કાર ઝંખી રહ્યું છે, પણ મોત બાદ પણ મલાજો લોકો સાચવી શક્યા નથી. લાગે છે કે, ગુજરાતીઓની માનવતા મરી પરવારી છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેનો વિવાદ એક દિવસ બાદ પણ શમ્યો નથી. પહેલા બે શહેરોના લોકોએ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા ના પાડી દીધી, જેથી પોલીસ તંત્ર દ્વારા જ્યારે નદી કિનારે દફનવિધિ કરવાનું નક્કી કર્યું તો ત્યાં પણ લોકો પહોંચી ગયા અને વિરોધ કર્યો. આમ, 23 કલાક બાદ પણ અંતિમવિધિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. 
Jul 4,2020, 16:07 PM IST
ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવ
Jul 4,2020, 14:33 PM IST

Trending news