સોખડા મંદિર News

સોખડા સ્વામીનારાયણ મંદિરનું રાજકારણ નેતાઓને પણ શરમાવે એવુ, ગાદીનો ડખો કલેક્ટર સુધી પ
વડોદરાના સોખડા સ્વામીનારાયણનો વિવાદનો અંત આવતો નથી. સતત વધી રહેલા વિવાદો વચ્ચે હવે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય બે ભાગમાં વહેંચાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામીનું અને પ્રબોધ સ્વામીનું ગ્રુપ બે ભાગમાં વહેંચાયું છે. પ્રેમસ્વરૂપ સ્વામી ગ્રુપના સરલ સ્વામીએ પ્રબોધ સ્વામીનો કોલર પકડીને અને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હોવાની ભક્તોએ કલેક્ટરને રજુઆત કરી છે. જે મામલે જિલ્લા પોલીસ એક્સનમાં આવી અને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી, તથા DySP, તાલુકા પોલીસ અને મામલતદારે સોખડા મંદિર ખાતે તપાસ હાથ ધરી હતી. અનેક સંતોની પૂછપરછ કરવામાં આવી, તથા મંદિરમાં કોઈ અઘટિત ઘટના ન બને માટે પોલિસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
Mar 16,2022, 12:02 PM IST
રાજનીતિ કરતા પણ જબ્બર છે સંતોનું વીડિયો યુદ્ધ, પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની
વડોદરામાં સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિના વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સત્તા માટે હવે સંતોનું વીડિયો યુદ્ધ શરૂ થઈ ગયું છે. સોખડા મંદિરમાં ગાદીપતિના વિવાદ વચ્ચે એક પછી એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ વિવાદ વચ્ચે વધુ એક વીડિયો સામે આવ્યો છે. હરિધામ સોખડા વિવાદમાં વધુ એક વીડિયો બોમ્બ ફૂટ્યો છે. સોખડા મંદિરના સંતોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામીને ગાદીપતિ બનાવવાની આ વીડિયોમાં ચર્ચા થઈ રહી છે. ટ્રસ્ટી અશોક પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકનો આ વીડિયો સામે આવ્યો છે. જેમાં પ્રબોધજીવન સ્વામી પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પ્રેમસ્વરૂપ સ્વામમીને મંદિરની બાગડોર સોંપવા માટે દબાણ થઈ રહ્યું છે. 
Jan 19,2022, 12:13 PM IST

Trending news