સસ્તા ભાવે AC ખરીદવાનું વિચારી રહ્યાં છો? આ રહી શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ!

સસ્તા ભાવે AC ખરીદવાનું વિચારી રહ્યાં છો? આ રહી શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ!

નવી દિલ્લીઃ ઉનાળો શરૂ થતાની સાથે જ ઈલેક્ટ્રોનિક માર્કેટમાં AC-કુલરની માગમાં વધારો થયો. તેવામાં જો તમે નવું એર કંડિશનર લેવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને રિલાયન્સ ડિજિટલમાંથી ખરીદી શકો છો. કારણ કે આના પર તમને ડિસ્કાઉન્ટ ઓફર પણ મળી રહી છે. અમે આવા જ કેટલાક ACના વિકલ્પોની યાદી લઈને આવ્યા છીએ, જેને તમે 30,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. આ યાદીમાં Haier, Onida અને IFB જેવી બ્રાન્ડના ACનો સમાવેશ થાય છે. આવો જાણીએ ઑફર્સ અને તેમની ખાસ વાતો.1) Sansui 5 Star Split AC-
Sansui 5 સ્ટાર સ્પ્લિટ AC 1.5 ટન કેપેસિટી સાથે આવે છે. આ એર કંડિશનર રિલાયન્સ ડિજિટલ પર 29,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેના પર તમે 2000 રૂપિયાની બચત કરી શકો છો. HDFC બેંક, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક કાર્ડ્સ પર ડિસ્કાઉન્ટ ઑફર્સ ઉપલબ્ધ છે. આ સાથે, તમે સરળ EMI પર એસી પણ ખરીદી શકો છો. આ AC PM 2.5 એર ફિલ્ટર, ટ્રિપલ ઈન્વર્ટર, હિડન LED ડિસ્પ્લે સાથે આવે છે.2) Haier AC-
રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર Haierના AC પર પણ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. તમે તેનું 3-સ્ટાર અને 1.5-ટન કેપેસિટીવાળું AC 29,990 રૂપિયામાં ખરીદી શકો છો. બેંક ઓફરની સાથે તેના પર કૂપન ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. MAR1000 કોડનો ઉપયોગ કરવા પર વપરાશકર્તાઓને 1000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. કંપની અનુસાર, આ AC 54 ડિગ્રી સેલ્સિયસ સુધી કામ કરશે. આના પર EMI ઓફર પણ ઉપલબ્ધ છે.3) Onida AC-
તમે રિલાયન્સ ડિજિટલ સ્ટોર પરથી Onidaનું એર કંડિશનર ખરીદી શકો છો. તમે 29,990 રૂપિયામાં 3 સ્ટાર રેટિંગ અને 1.5 ટન કેપેસિટીવાળું ઈન્વર્ટર સ્પ્લિટ AC ખરીદી શકો છો. તમે આ એર કંડિશનર 10% સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. HDFC બેંક, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક કાર્ડ પર 2000નું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ઉપરાંત, તેના પર EMI વિકલ્પ પણ ઉપલબ્ધ છે.4) IFB Inverter Split AC-
તમે રિલાયન્સ ડિજિટલમાંથી IFBનું ઈન્વર્ટર સ્પ્લિટ એસી 28,990માં ખરીદી શકો છો. આ કિંમત 3 સ્ટાર રેટિંગ અને 1 ટન કેપેસિટીવાળા ડિવાઈસ માટે છે. HDFC બેંક, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક કાર્ડ્સ પર આના પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. આ સાથે તમે 1000 રૂપિયાના કૂપન ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકો છો. તમે તેને EMI પર પણ ખરીદી શકો છો.5) LLOYD AC-
તમે બેંક ઓફર્સ અને કૂપન ડિસ્કાઉન્ટ સાથે રિલાયન્સ સ્ટોર પર LLOYD AC ખરીદી શકો છો. તેની 1 ટન કેપેસિટી અને 3 સ્ટાર રેટિંગ ઈન્વર્ટર સ્પ્લિટ ACની કિંમત 29,990 છે. આના પર, બેંક ઓફર હેઠળ 10%નું કેશબેક ઉપલબ્ધ છે. ઉપરાંત, યુઝર્સને કૂપન કોડનો ઉપયોગ કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તમે તેને EMI પર પણ ખરીદી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news