Jio ને ટક્કર આપવા Airtel લાવ્યું નવો પ્લાન! Free માં મળશે Netflix નો ફાયદો

Airtel નો Prepaid Plan અનેક રીતે અલગ છે. તેમાં તમને નેટફ્લિક્સ સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે, જેનો તમે ટીવી, લેપટોપ કે મોબાઈલ પર ઉપયોગ કરી શકો છો. 

Jio ને ટક્કર આપવા Airtel લાવ્યું નવો પ્લાન! Free માં મળશે Netflix નો ફાયદો

નવી દિલ્હીઃ Airtel એ હાલમાં એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં યુઝર્સને Netflix નું સબ્સક્રિપ્શન ફ્રી મળી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં આવો પ્લાન જિયોએ પણ લોન્ચ કર્યો હતો. હવે એરટેલે તેનો જવાબ આપતા નવો પ્લાન ઉતાર્યો છે. હાલ ભારતમાં જિયો અને એરટેલ જ છે જે 5G Network ઓફર કરી રહ્યાં છે. બંને ટેલીકોમ ઓપરેટર અનલિમિટેડ 5જી ડેટા ઓફર કરી રહ્યાં છે. આ બંને કંપનીના પ્લાનમાં ઘણી સમાનતા છે. 

Airtel નો નેટફ્લિક્સ પ્લાન 1499 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે અને આ પ્લાનની વેલિડિટી 84 દિવસની આવે છે. તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે પ્લાનમાં 3જીબી 4G ડેટા દરરોજ મળશે. તેમાં તમને અનલિમિટેડ 5G Data નો પણ લાભ મળે છે.  Airtel Prepaid Package માં નેટફ્લિક્સનો બેસિક પ્લાન સામેલ છે, જે એક સમયમાં એક ડિવાઇસ પર ઉપયોગ કરી શકાય છે. 

જો તમે આ પ્લાન ખરીદો છો તો લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ કે ટીવી સહિત કોઈપણ ડિવાઇસ પર યૂઝ કરી શકો છો. નેટફ્લિક્સ પ્લાન હેઠળ કન્ટેન્ટને 720p માં સ્ટ્રીમ કરી શકાશે. જો તમે આ પ્લાન ખરીદો છો તો તમને  Airtel Hello Tunes  નું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે. 

Jio Plans-
હવે વત કરીએ જિયો તરફથી કયાં-કયાં પ્લાન્સ ઓફર કરવામાં આવે છે. હાલ જિયોના બે પ્લાન છે. તેમાં એક પ્લાન 1099 રૂપિયાનો છે, જેમાં દરરોજ 2GB 5G ડેટા ઓફર કરે છે, જ્યારે 1499 રૂપિયાના પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 SMS મળે છે. આ પ્લાનમાં Netflix Subscription પણ આપવામાં આવે છે. જિયોના આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news