Samsung નો મોટો ધમાકો! 2024 માં લાવશે AI Phone, જાણો શું હશે ખાસ

Samsung Galaxy S24 series: રિપોર્ટનું માનીએ તો Galaxy S24, Galaxy S24+ અને Galaxy S24 Ultra 17 જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ શકે છે. સેમમોબાઈલ દ્વારા માહિતી મળી હતી કે કંપનીનું સંપૂર્ણ ધ્યાન AI પર છે. હવે કંપનીએ કન્ફર્મ કર્યું છે કે Galaxy AI એક્સપિરિયન્સ રજૂ કરશે. તેને S24 સિરીઝના લોન્ચ સાથે રજૂ કરવામાં આવશે.

Samsung નો મોટો ધમાકો! 2024 માં લાવશે AI Phone, જાણો શું હશે ખાસ

Samsung ની આગામી ફ્લેગશિપ Galaxy S24 સિરીઝની ખૂબ ચર્ચા થઈ રહી છે. iPhone 15 પછી બધા સેમસંગની S24 સિરીઝની રાહ જોઈ રહ્યા છે. The Elec ના એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર, Galaxy S24, Galaxy S24+ અને Galaxy S24 Ultra 17 જાન્યુઆરીએ વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ શકે છે. વધુમાં, સેમસંગે Galaxy Z Fold 7 અને Galaxy S25 જેવા બે વર્ષ પછી આવતા ડીવાઇસ માટે ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. છેલ્લા કેટલાક મહિનામાં, કંપનીએ AR ગ્લાસ અને સ્માર્ટ રિંગ્સ જેવી નવી પ્રોડક્ટ કેટેગરી માટે ટ્રેડમાર્ક માટે પણ અરજી કરી છે.

Galaxy S24 હશે AI ફોન 
સેમમોબાઈલ દ્વારા માહિતી મળી હતી કે કંપનીનું સંપૂર્ણ ધ્યાન AI પર છે. હવે કંપનીએ કન્ફર્મ કર્યું છે કે Galaxy AI એક્સપિરિયન્સ રજૂ કરશે. તેને S24 સિરીઝના લોન્ચ સાથે રજૂ કરવામાં આવશે. આ સિવાય AI ક્ષમતાઓ પણ હશે.

ડચ વેબસાઇટ Galaxy Club ને ઘણા દેશોમાં એપ્લિકેશન શોધી છે, જેમાંથે એક દ્વારા જાણવા મળ્યું છે કે Galaxy S24 એ AI ફોન તરીકે લોન્ચ કરવામાં આવશે. બ્રાન્ડે AI ફોન અને AI સ્માર્ટફોન જેવા શીર્ષકો માટે ટ્રેડમાર્ક રજીસ્ટર કર્યા છે, જે દર્શાવે છે કે તે AI પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Samsung એ Augmented Reality Glasses ઉપરાંત સેમસંગે ટેલિવિઝન, સ્માર્ટફોન સ્ક્રીન અને મેજિક પિક્સેલ, ફ્લેક્સ મેજિક અને ફ્લેક્સ મેજિક પિક્સેલ જેવા નામ અને લોગો ધરાવતા અન્ય ઉત્પાદનો માટે ટ્રેડમાર્ક એપ્લિકેશન પણ ફાઇલ કરી છે. આ સંકેત આપે છે કે AI Galaxy S24 શ્રેણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો કે, આ નામો મર્યાદિત છે, અને તેથી તેઓને ટ્રેડમાર્ક કરી શકાતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news