Earthquake Alert: ઈમરજન્સી હોય કે ભૂકંપ, સુનામી ફોન પર મળશે એલર્ટ, આ ટેક્નોલોજી બચાવશે જીવ

Earthquake Alert: બ્રિટેનમાં મોબાઈલ ફોન યૂઝર્સને સાયરન જેવું અલર્ટ મોકવામાં આવશે. જે ભૂકંપ, પૂર, સુનામી અને જંગની આગ જેવી જીવલેણ ઘટનાઓથી બચવા માટેની પબ્લિક વૉર્નિંગ સિસ્ટમના ટેસ્ટનો એક ભાગ હશે

Earthquake Alert: ઈમરજન્સી હોય કે  ભૂકંપ, સુનામી ફોન પર મળશે એલર્ટ, આ ટેક્નોલોજી બચાવશે જીવ

Earthquake Alert: વર્ષ 2023ની શરૂઆતથી જ દુનિયાના અનેક દેશોને પ્રાકૃતિક આપત્તિઓ પરેશાન કરી રહી છે. પ્રાકૃતિક આપદાના કારણે જાનમાલનું મોટું નુકસાન થઈ રહ્યું છે. એવામાં સૌને એવું થાય કે જો આવી આપત્તીઓ વિશે થોડી વહેલી જાણકારી મળી શકે તો અનેક લોકોના જીવ બચી શકે અને મોટું નુકસાન થતા અટકાવી શકાય.

આ વિચારને UK સરકારે એક ખાસ સિસ્ટમ અમલમાં મુકવાની જાહેરાત કરી છે. આ ઈમરજન્સી સર્વિસ અંતર્ગત આખા બ્રિટેનમાં મોબાઈલ ફોન યૂઝર્સને સાયરન જેવું અલર્ટ મોકવામાં આવશે. જે ભૂકંપ, પૂર, સુનામી અને જંગની આગ જેવી જીવલેણ ઘટનાઓથી બચવા માટેની પબ્લિક વૉર્નિંગ સિસ્ટમના ટેસ્ટનો એક ભાગ હશે. યૂકે વાઈડ અલર્ટ ટેસ્ટ 23 એપ્રિલે કરાશે. જેમાં મોબાઈલ ફોન યૂઝર્સને એક મેસેજ મળશે.

નવા ઈમરજન્સી અલર્ટ સિસ્ટમનો ઉપયોગ આપદાના સમયમાં કરવામાં આવશે. એવા સમયે જ્યારે મોટા પ્રમાણમાં લોકોને જીવનું જોખમ હોય. આ અલર્ટમાં ટેરર એટલે કે આતંકી અલર્ટને પણ જોડી શકાય છે. હાલ તેને નથી જોડવામાં આવ્યું. વર્તમાન સ્થિતિમાં પૂર, સુનામી જેવા ખતરાની ચેતવણી આપવામાં આવશે.

આ જગ્યાએ મળશે સુવિધા
ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્થ આયરલેન્ડમાં ઈમરજન્સી અલર્ટનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમનો ઉપયોગ ઈંગ્લેન્ડમાં ગંભીર પૂર સહિત સૌથી સીરિયસ ખરાબ હવામાન સાથે રિલેટેડ ઘટનાઓ પર ફોકસ કરશે અને લોકોને ચેતવણી આપશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news