શું તમે જાણો છો કે રાંધણગેસની આગમાંથી કેમ નથી નીકળતો ધુમાડો ?
Interesting Facts Of Cooking Gas: ભારતમાં લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે થતો હોય છે. જેને આપણે બોલચાલની ભાષામાં LPG તરીકે ઓળખીએ છીએ. એલપીજીની સૌથી મહત્વની વાત એ છે કે તેમાંથી ધુમાડો નીકળતો નથી.
Trending Photos

ભારતમાં LPG ગેસનું વેચાણ કરવામાં આવ્યું અને તેના કારણે ભારતમાં પ્રથમ વખત લોકોએ પરંપરાગત સ્ટવ છોડીને ગેસ સિલિન્ડર ખરીદ્યા હતા. આગ તે આગ હોય છે. પછી તે લાકડાની હોય તે અન્ય કોઈ તેમાંથી ધુમાડો નીકળે છે. પરંતુ એલપીજી ગેસની આગમાંથી ધુમાડો કેમ નથી નીકળતો તે પ્રશ્ન છે.
આ પણ વાંચો:
જો તમે લાકડાનો ચૂલો અથવા નાની ભઠ્ઠી જોશો તો તમે જોશો કે તેની આગનો રંગ લાલ છે. અને તેમાંથી સતત ધુમાડો નીકળે છે જ્યારે એલપીજીની જ્વાળાઓનો રંગ વાદળી હોય છે. આ જ કારણ છે કે રાંધણ ગેસની આગમાં ધુમાડો નથી નીકળતો જ્યારે કોલસાની આગમાંથી ઘણો ધુમાડો નીકળે છે.
LPG ગેસ મુખ્યત્વે પ્રોપેન બ્યુટેનનું મિશ્રણ છે અને અન્ય હાઇડ્રોકાર્બનની થોડી માત્રા પણ જોવા મળે છે. કારણ એ છે કે એલપીજી 100% બળે છે કારણ કે તેની જ્વલનક્ષમતા ઘણી વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે