Amazon-Flipkart સેલમાં આ મોબાઇલ પર જબરદસ્ત ઓફર, માત્ર 10,000માં ખરીદો 20 હજારવાળો ફોન

Amazon-Flipkart Sale જલદી શરૂ થવાનો છે. આ સેલમાં મોબાઇલ, લેપટોપ, સ્માર્ટ ટીવી અને બીજી વસ્તુ મોટી છૂટ સાથે ખરીદી શકો છે. વર્ષમાં આવો સેલ એકવાર આવે છે, જેના કારણે લોકો તેની રાહ જોવે છે. તેમાં તમે અડધી કિંમતે મોબાઇલ ખરીદી શકશો.

Amazon-Flipkart સેલમાં આ મોબાઇલ પર જબરદસ્ત ઓફર, માત્ર 10,000માં ખરીદો 20 હજારવાળો ફોન

નવી દિલ્હીઃ Amazon Great Indian Festival Sale અને Flipkart Big Billion Days Sale ની શરૂઆત 23 સપ્ટેમ્બરથી થવાની છે. આ સેલમાં મોટા ભાગની પ્રોડક્ટ્સ અત્યાર સુધીના સૌથી ઓછા ભાવે વેચવામાં આવશે. સેલ દરમિયાન મોબાઇલ પર મોટી છૂટ આપવામાં આવશે. 

Amazon Great Indian Festival Sale અને Flipkart Big Billion Days Sale માં ઘણા ફોન 50 ટકાથી વધુના ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે. આજે અહીં તે સ્માર્ટફોનનું લિસ્ટ જણાવી રહ્યાં છીએ જેને તમે અડધી કિંમતે ખરીદી શકો છો. આ ફોન્સને બેંક ઓફર અને અપફ્રંટ ડિસ્કાઉન્ટની સાથે ઓછી કિંમત પર ખરીદી શકાય છે. લિસ્ટમાં સેમસંગથી લઈને ઓપ્પો સુધીના સ્માર્ટફોન સામેલ છે. 

Samsung F23 5G
Samsung F23 5G ને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન સસ્તામાં વેચવામાં આવશે. આ ફોન પર 50 ટકાથી વધુનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેની લિસ્ટિંગ પ્રાઇઝ 22999 રૂપિયા છે. જ્યારે સેલ દરમિયાન તમે આ ફોન 10999 રૂપિયામાં ખરીદી શકો છો. 

IQoo Z6 Pro 5G
એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં IQoo ના ફોન્સ પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. તેની જાહેરાત કંપનીએ કરી છે. તેને લઈને એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે. પોસ્ટર અનુસાર iQOO Z6 Pro 5G ને લિસ્ટિંગ પ્રાઇઝ 27990 રૂપિયાની જગ્યાએ 17990 રૂપિયામાં વેચવામાં આવશે. 

POCO X4 5G
સેલ દરમિયાન તમે POCO X4 5G ને મોટી છૂટ સાથે ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલમાં POCO X4 5G ને ખુબ સસ્તી કિંમતે વેચવામાં આવશે. તેની લિસ્ટિંગ પ્રાઇઝ 22999 રૂપિયા છે. જ્યારે સેલમાં તમે તેને માત્ર 13999 રૂપિયામાં ખરીદી શકો છો. 

Oppo F19 Pro+ 5G
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલમાં ઓપ્પોના આ ફોનને સસ્તી કિંમતે ખરીદી શકાય છે. તમે Oppo F19 Pro+ 5G ને 10000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ ફોન સેલ દરમિયાન 25990 રૂપિયાની જગ્યાએ 15990 રૂપિયામાં ખરીદી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news