આજથી 2 દિવસ માટે Amazon પર 'મહાસેલ', હજારો પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ

આજથી અમેઝોન (Amazon) પર બે દિવસ માટે પ્રાઇમ ડે સેલની શરૂઆત થઇ રહી છે. આ સેલમાં વેબસાઇટ પર 1000થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. જો તમે HDFC કાર્ડ દ્વારા શોપિંગ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ તાત્કાલિક મળશે. ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા સમાનની બે કલાકમાં ફાસ્ટ ડિલિવરીની સુવિધા મળશે. 
આજથી 2 દિવસ માટે Amazon પર 'મહાસેલ', હજારો પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: આજથી અમેઝોન (Amazon) પર બે દિવસ માટે પ્રાઇમ ડે સેલની શરૂઆત થઇ રહી છે. આ સેલમાં વેબસાઇટ પર 1000થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. જો તમે HDFC કાર્ડ દ્વારા શોપિંગ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ તાત્કાલિક મળશે. ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા સમાનની બે કલાકમાં ફાસ્ટ ડિલિવરીની સુવિધા મળશે. 

આ સેલ્માં ઘણી પ્રોડક્ટ એક્સક્લૂસિવ ઉતારવામાં જઇ રહી છે. સેલમાં OnePlus 7 ના મિરર બ્લૂ કલર ઓપ્શનને ઉતારવામાં આવશે. જેની કિંમત 32,999 રૂપિયા હશે. આ પ્રકારે LG W30 ના ઓરોરા ગ્રીન વેરિએન્ટ અને Oppo F11 Pro ના વોટરફોલ ગ્રે વેરિએન્ટ પણ સેલમાં ઉપલબ્ધ હશે. 

આ દરમિયાન પ્રાઇમ ડેને ધ્યાનમાં રાખતાં અમેઝોન પ્રાઇમ મેંમબરશિપ માટે સ્પેશિયલ ઓફર લઇને આવ્યા છે. તેનું નામ અમેઝોન પ્રાઇમ યૂથ ઓફર (Amazon Prime Youth Offer) છે. 18-24 વર્ષ યુવા આ ઓફરનો ફાયદો ઉઠાવી શકો છો. Amazon Prime Youth Offer હેઠળ વાર્ષિક સબ્સક્રિપ્શન ફક્ત 499 રૂપિયા મળે છે. આમ તો એક મહિના માટે પ્રાઇમ સબ્સક્રિપ્શન ચાર્જ 129 રૂપિયા અને વાર્ષિક સબ્સક્રિપ્શન ચાર્જ 999 રૂપિયા છે. આ ઓફર હેઠળ ત્રણ મહિના માટે મેંબરશિપ 329 રૂપિયામાં મળી રહ્યું છે, આમ તો તેનો ચાર્જ 387 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news