160km ની રેંજ સાથે ભારતમાં લોન્ચ થયું આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો વોરન્ટીથી માંડીને ટોપ સ્પીડ સુધી બધુ જ...

Ather Rizta ઇલેક્ટ્રિક સ્કૂટરને તાજેતરમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આવો જાણીએ તેની તમામ મોટી વાતો.. 

160km ની રેંજ સાથે ભારતમાં લોન્ચ થયું આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો વોરન્ટીથી માંડીને ટોપ સ્પીડ સુધી બધુ જ...

Ather Rizta Features: Ather Energy એ પોતાના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર Ather Rizta ને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને ફેમિલી-ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. તેને Rizta S, Rizta Z અને  Rizta Z (3.7kWh) ત્રણ વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યું છે. બેસ-સ્પેક એથર રિઝ્ટા એસની કિંમત 1.10 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે, જ્યારે રિઝ્ટા ઝેડ વેરિએન્ટની કિંમત 1.25 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. તો બીજી તરફ ટોપ Ather Rizta Z (3.7kWh) મોડલની કિંમત 1.45 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આવો જાણીએ આ સ્કૂટર વિશેની મોટી વાતો... 

મોટી રિટર ફ્રેમના કારણે  એથર રિઝ્ટા (Ather Rizta) માં ના ફ્ક્ત સ્કૂટર સેગમેંટમાં મોટી સીટ છે, પરંતુ તેમાં 34-લીટર અન્ડરસીટ સ્ટોરેજ પણ છે. સીટની નીચે મોડેલમાં એક નાનું પોકેટ પણ છે જે ચાવીઓ અને વૉલેટ જેવી નાની વસ્તુઓ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.  Ather Rizta S અને Rizta Z વેરિઅન્ટ્સ 2.9kWh બેટરી પેકથી સજ્જ છે, અને બંને મોડલ 123 કિમીની સર્ટિફાઇડ રેન્જ સાથે આવે છે. આ સિવાય આ બેટરી પેકને 80 ટકા સુધી ચાર્જ કરવામાં 6 કલાક 30 મિનિટનો સમય લાગે છે.

તો બીજી તરફ Ather Rizta Z (3.7kWh) માં 3.7kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. એવામાં તેની સર્ટિફાઇડ રેંજ 160 કિમી છે. જોકે મોટી બેટરી હોવાછતાં આ મોડલ ફક્ત 4 કલાક 30 મિનિટમાં 80 ટકાની ક્ષમતા સુધી ચાર્જ થઇ શકે છે. પરર્ફોમન્સના મામલે તો નવા Ather Rizta ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 80 કિમી/કલાક છે. 

Rizta S 7-ઇંચના સેગમેન્ટેડ ડિસ્પ્લે સાથે LED લાઇટિંગ અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવી અન્ય સુવિધાઓ આપવામાં આવી છે. જો કે, રૂ. 13,000ના પ્રો પેક સાથે પણ તેમાં મેજિક ટ્વિસ્ટ, સ્કિડ કંટ્રોલ, ડોક્યુમેન્ટ સ્ટોરેજ, લાઈવ લોકેશન શેરિંગ અને WhatsApp પ્રીવ્યૂ જેવી સુવિધાઓ નથી. બીજી બાજુ, Rizta Z ના બંને વેરિઅન્ટમાં ઉપર જણાવેલ તમામ સુવિધાઓ સાથે ડોક્યુમેન્ટ સ્ટોરેજ,  ટ્રિપ પ્લાનર, સ્માર્ટઈકો મોડ, બ્લૂટૂથ કૉલ અને મ્યુઝિક કંટ્રોલ, ઓટો હોલ્ડ, ફોલ સેફ, ઓટો ઈન્ડિકેટર કટ-ઓફ, ESS, ગૂગલ મેપ્સ, રીઅલ-ટાઇમ ચાર્જિંગ સ્ટેટસ અને એલેક્સા જેવી અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી છે. 

Ather Rizta ના તમામ વેરિએન્ટ 3/30000 કિમી સ્કૂટર અને બેટરી વોરન્ટી સાથે આવે છે.  એથર બેટરી પ્રોડક્ટ સાથે ગ્રાહકો પોતાની વોરન્ટીને 5 વર્ષ/60000 કિમી સુધી વધારી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news