Voter ID કાર્ડમાં ખોટું ચડી ગયું છે નામ? ફીકર નોટ...આ રીતે ઘરે બેઠા કરાવો કરેક્શન

Voter ID Card: અનેકવાર એવું જોવા મળે છે કે લોકો વોટર કાર્ડ તો બનાવડાવી લે છે પરંતુ તેમાં નામ ખોટું આવી જાય છે. એટલું જ નહીં તેમાં જન્મતિથિ અને એડ્રસ પણ ખોટું થઈ જાય છે કે પછી બદલાતું હોય છે. આવા ફેરફાર તાકીદે કરાવવાની જરૂર હોય છે. 

Voter ID કાર્ડમાં ખોટું ચડી ગયું છે નામ? ફીકર નોટ...આ રીતે ઘરે બેઠા કરાવો કરેક્શન

Voter ID Card Online Correction: Voter ID એ ખુબ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જે દેશમાં ચૂંટણી ટાણે મત આપવા માટે જરૂરી હોય છે. જો તેમાં કોઈ મુશ્કેલી આવે તો તમને મત આપવામાં પરેશાની થઈ શકે છે. ક્યારેક એવું બને છે કે કાર્ડમાં નામ ખોટું છપાઈ જાય તો ક્યારેક એડ્રસ કે બીજી માહિતી ખોટી આવતી હોય છે કે પછી તેમાં ફેરફાર થતો હોય છે. આવામાં તમારે જો વોટર કાર્ડમાં કરેક્શન કરાવવાનું હોય તો અમે તમને ઓલાઈન પ્રોસેસ વિશે માહિતી આપીશું જેથી કરીને તમે એ રીતે કરાવી શકો. આ માટે તમારે કેટલાક જરૂરી સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

આ સરળ રીતથી કરો ઓનલાઈન કરેક્શન

1. સૌથી પહેલા રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (NVSP) ની વેબસાઈટ https://voterportal.eci.gov.in/ પર જાઓ. 

2. વેબસાઈટ પર રજિસ્ટર પર ક્લિક કરો. 

3. તમારું આધાર નંબર, નામ, જન્મતારીખ, અને મોબાઈલ નંબર ની વિગતો નાખો. 

4. એક પાસવર્ડ જનરેટ  કરો અને તેને ફરીથી નાખો. 

5. રજિસ્ટર પર ક્લિક કરો. 

એકવાર તમે રજિસ્ટર થયા બાદ વોટર કાર્ડમાં કરેક્શન માટે અરજી કરી શકો છો. આ માટે નીચે જણાવેલી બાબતોને અનુસરો. 

1. Voter ID ઓપ્શન પર ક્લિક કરો. 

2. સુધાર પર ક્લિક કરો. 

3. નામમાં સુધાર પર ક્લિક કરો. 

4. તમારું નામ, જન્મતારીખ, રાજ્ય, મતવિસ્તાર અને વર્તમાન એડ્રસ નોંધી લો. 

5. 'અપલોડ કરો' પર ક્લિક કરો. અને તમારા નામની પુષ્ટિ કરનારા દસ્તાવેજ અપલોડ કરો. 

6. ડેક્લેરેશન ભરો અને સબમિટ પર ક્લિક કરો. 

તમારી અરજી ચૂંટણી પંચને મોકલી દેવામાં આવશે. ચૂંટણી પંચ તમારી અરજીની તપાસ કરશે અને જો તે યોગ્ય જણાશે તો તમારું નામ વોટર આઈડી કાર્ડમાં અપડેટ કરવામાં આવશે. 

નામ કરેક્શન માટે જરૂરી દસ્તાવેજ
નામ કરેક્શન માટે તમને અહીં જણાવેલા દસ્તાવેજોની જરૂર પડશે. 

- તમારા નામની પુષ્ટિ કરનાર કોઈ સરકારી દસ્તાવેજ, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ વગેરે. 
- તમારું વોટર આઈડી કાર્ડ. 
- નામ કરેક્શન કરવાનો સમય. 
- નામ કરેક્શનનો સમય તમારી અરજીની તપાસના સમય પર નિર્ભર કરે છે. 
- સામાન્ય રીતે નામ કરેક્શનનો સમય 15-30 દિવસની વચ્ચે હોય છે. 

નામ કરેક્શન માટે ફી
નામ કરેક્શન કરાવવા માટે કોઈ ફી નથી. 

નામ કરેક્શનમાં પરેશાની આવી રહી છે?
જો તમને નામ કરેક્શન કરાવવામાં કોઈ પરેશાની આવી રહી છે તો તમે તમારા સ્થાનિક મતદાર રજિસ્ટ્રેશન અધિકારી (ERO)નો સંપર્ક કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news