28 દિવસની વેલિડિટીવાળા સસ્તા પ્લાનઃ દરરોજ 3GB ડેટા અને કોલ ફ્રી સાથે મળશે Disney+Hotstar


તમારી સુવિધા માટે અમે તમારા માટે જિયો, એરટેલ અને વીઆઈના આવા પ્લાનનું લિસ્ટ તૈયાર કર્યું છે, જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.
 

28 દિવસની વેલિડિટીવાળા સસ્તા પ્લાનઃ દરરોજ 3GB ડેટા અને કોલ ફ્રી સાથે મળશે Disney+Hotstar

નવી દિલ્હીઃ ટેલીકોમ ઓપરેટરો દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રકારના પ્રીપેડ પ્લાન્સમાંથી એક સૌથી સામાન્ય પેક છે જે ઓછી વેલિડિટીની સાથે આવે છે. આ પેક ન માત્ર સસ્તા હોય છે પરંતુ મંથલી બજેટને પણ કંટ્રોલ કરે છે. શોર્ટ વેલિડિટી પ્લાન, ખા કરીને 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન ટેલીકોમ કંપનીઓ દ્વારા રજૂ થનારા બેસ્ટસેલર પ્લાનમાંથી એક છે. તમારી સુવિધા માટે અમે તમારા માટે જિયો, એરટેલ અને વીઆઈના આવા પ્લાનનું લિસ્ટ તૈયાર કર્યું છે, જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.

રિલાયન્સ જિયો
- જિયો 28 દિવસની વેલિડિટી સાથે પ્લાન આપે છે. ત્યારબાદનો પ્લાન 299 રૂપિયાનો આવે છે, જે 28 દિવસ માટે દરરોજ બે જીબી ડેટા આપે છે. આ પ્લાનની સાથે યૂઝર્સને અનલિમિટેડ વોયસ કોલ અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. 
- થોડા ઓછા ડેટાની જરૂર હોય તેના માટે 239 રૂપિયાનો એક પ્લાન છે. તેમાં 28 દિવસની વેલિડિટી માટે 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100 એસએમએસ મળે છે. તો દરરોજ 1જીબી વાળો પ્લાન 209 રૂપિયામાં આવે છે, જેમાં 28 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલ્સ અને પ્રતિદિન 100 એસએમએસ પણ મળે છે. 
- વધુ ડેટાનો ઉપયોગ કરનાર યૂઝર્સ માટે જિયોનો 601 રૂપિયાનો પ્લાન છે, જેમાં દરરોજ 3જીબી ડેટા મળે છે અને 28 દિવસ માટે વધારાનો 6જીબી ડેટા મળે છે. આ પ્લાન Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન પણ મળે છે. 
નોટ- ઉપરના તમામ પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

એરટેલ
એરટેલ પણ આ પ્રકારનો ડેટા પ્લાન આપે છે. યૂઝર્સને 28 દિવસની વેલિડિટી માટે 265 રૂપિયા, 299 રૂપિયા, 359 રૂપિયા અને 599 રૂપિયાની કિંમત પર દરરોજ 1GB, 1.5GB, 2GB અને 3GB ડેટા પ્રાપ્ત કરી શકે છે. આ તમામ પ્લાન Amazon Prime Video ના મોબાઇલ વર્ઝનનું સબ્સક્રિપ્શન પ્રદાન કરે છે અને 599 રૂપિયાના પ્લાનમાં Disney+ Hotstar નું એક્સેસ પણ આપવામાં આવે છે. યૂઝર્સને આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલની સાથે દરરોજ 100 એસએમએસ પણ મળે છે. 

- એરટેલનો 499 રૂપિયાનો પ્લાન છે, જે 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં દરરોજ 2.5 જીબી ડેટા મળે છે. આ સિવાય એક સસ્તા પ્લાનની જરૂર હોય તેવા યૂઝર્સ માટે એરટેલ 179 રૂપિયાનો પ્લાન આપે છે. જેમાં અનલિમિટેડ કોલની સાથે કુલ 2જીબી ડેટા મળે છે. 

Vodafone Idea (Vi)
- વીઆઈની સાથે, યૂઝર્સને 28 દિવસની વેલિડિટી સાથે 269 રૂપિયા, 299 રૂપિયા, 359 રૂપિયા, 409 રૂપિયા અને 475 રૂપિયાની કિંમત પર દરરોજ 1GB, 1.5GB, 2GB, 2.5GB અને 3GB ડેટા પ્રદાન કરે છે. આ તમામ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ મળે છે. વીઆઈ પેકમાં વધારાનો 3 જીબી ડેટા મળે છે, જે Disney+ Hotstar ના વાર્ષિક સબ્સક્રિપ્શન સાથે આવે છે અને ઉપરના સમાન લાભોની સાથે 501 રૂપિયાની કિંમતમાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news