ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર લાગૂ થશે સેન્સરશિપ, સરકારે આપી આ સૂચના
કેન્દ્ર સરકારે ડિજિતલ પ્લેટફોર્મ અને નેટફ્લિક્સ તથા અમેઝોન પ્રાઇમ વીડિયો જેવા ઓટીટી પ્લેટફોર્મ સાથે સાથે ઓનલાઇન ન્યૂઝ અને કરન્ટ અફેયર્સને નિયમિત કરવાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડિજિતલ પ્લેટફોર્મ અને નેટફ્લિક્સ તથા અમેઝોન પ્રાઇમ વીડિયો જેવા ઓટીટી પ્લેટફોર્મ સાથે સાથે ઓનલાઇન ન્યૂઝ અને કરન્ટ અફેયર્સને નિયમિત કરવાની જાહેરાત કરી છે. સરકારના નિયમોમાં સુધારા કરી ડિજિતલ મીડિયાને સૂચના અને પ્રસારણ મંત્રાલાયના આધીન લાવવાનો પરિપત્ર જાહેર કર્યો છે. નેટફ્લિક્સ અથવા અમેઝોન જેવા ઓટીટી (ઓવર ધ ટોપ) સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ હવે સૂચના તથા પ્રસારણ મંત્રાલયની નજર હેઠળ કામ કરશે.
ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા ડિજિટલ કન્ટેન્ટ અને વેબ શોને હવે સૂચના અને પ્રસારણ મંત્રાલયના દાયરામાં લાવવામાં આવશે. આ સાથે જ ઓનલાઇન પ્લેટફોર્મના ન્યૂઝ અને કરન્ટ અફેયર્સ પણ હવે સરકારના નિયંત્રણમાં હશે. સરકારે બુધવારે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે.
સામાન્ય લોકો માટે આ ફેરફાર એટલા માટે મહત્વપૂર્ણ છે કે હવે નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ પર સેન્સર લાગૂ થશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સૂચના અને પ્રસારણ મંત્રલાયે ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરવામાં આવેલા સેલ્ફ રેગુલેશન કોડને સપોર્ટ કરવાની મનાઇ કરી દીધી હતી. લગભગ 15 વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અત્યારે દેશમાં કામ કરી રહ્યા છે. આ ઓટીટી પ્લેટફોર્મ્સએ આ મહિનાની શરૂઆતમાં આઇએએમઆઇ તરફથી સેલ્ફ રેગુલેશન કોડ પર સાઇન કર્યું હતું.
સેંસરશિપ અથવા સરકારી દરમિયાનગિરીના લીધે ઓટીટી કંપનીઓને સરકારના કહેવા પર એક ફ્રેમવર્ક બનાવી હતી જેથી યોગ્ય કન્ટેટ જ દર્શકો સુધી પહોંચે. આ કોડમાં દર્શકોની ફરિયાદને ઉકેલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે કંઝ્યૂમર કંપ્લેન ડિપાર્ટમેન્ટ અથવા એડવાઇઝરી પેનલ બનાવવાની વાત કહેવામાં આવી હતી. આ પેનલના સભ્યોમાં બાળકોના અધિકારો, ઝેંડ ઇક્વાલિટી માટે કામ કરનાર ઇંડિપેંડેટ લોકો પણ સામેલ થઇ શકે છે.
તેમાં જે ઓટીટી પ્લેટફોર્મમાં નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝ્ની પ્લસ હોટસ્ટાર, એએલટી બાલાજી, ઝી5, અરે, ડિસ્કવરી પ્લસ, ઇરોઝ નાઉ, ફ્લિકસ્ટ્રી, હોઇચોઇ, હંગામા, એમએક્સ પ્લેયર, શેમારૂ, વૂટ, જિયો સિનેમા, સોની લિવ અને લોઇનગેટ પ્લે સામેલ છે.
મંત્રાલયે કહ્યું હતું કે ઇંડસ્ટ્રીએ જે સેલ્ફ રેગુલેટરી મિકેનિઝમ બનાવ્યું છે તેમાં પ્રોહિબિટેડ કંટેંટનું કોઇ વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. મિનિસ્ટ્રી કહ્યું કે આઇએએમએઆઇએ પહેલાં બે લેયરવાળા સ્ટ્રક્ચરની ભલામણ કરી હતી. પરંતુ મિનિસ્ટ્રીને આ ગમ્યું નહી. ત્યારબાદ આજે સરકારે પરિપત્ર જાહેર કરી તેમને પોતાના દાયરામાં લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે