Domino's India નો ડેટા થયો હેક? 18 કરોડ ઓર્ડરના ફોન નંબર ડાર્ક વેબ પર થયા લીક
સ્વતંત્ર સાઇબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજાગઢિયાએ ટ્વીટ કરી જણાવ્યુ કે, ડોમિનોઝ ઈન્ડિયા પર આપવામાં આવેલ ઓર્ડર ડેટા પબ્લિક પ્લેટફોર્મ પર આવી ચુક્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ જાણીતી પિઝા બ્રાન્ડ કંપની ડોમિનોઝના કરોડો ભારતીય ગ્રાહકોના ફોન નંબર, કાર્ડ ડિટેલ્સ હેક થઈ ચુકી છે. તે ડાર્ક વેબ પર વેચાણ માટે પણ ઉપલબ્ધ છે. ઝી ન્યૂઝ સાથે જોડાયેલ સિક્યોરિટી નિષ્ણાંત પ્રમાણે આશરે 18 કરોડ ઓડર્સનો ડેટા ડાર્ક વેબ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે.
ડેટાબેસમાં સર્ચ કરી શકાય છે નંબર
જાણકારી પ્રમાણે આ ડેટા ડાર્ક નેટ પર સર્સ અને એક્સેસ કરી શકાય છે. રિપોર્ટ પ્રમાણે પાછલા મહિને ડોમિનોઝ ઈન્ડિયાના ડેટાબેસમાં દરોડા પડ્યા છે. હેકરોએ ડેટાબેસથી ફોન નંબર, નામ અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ જેવી જાણકારીઓ ચોરી લીધી છે.
Oximeter ની ઝંઝટ ખતમ, હવે સ્માર્ટફોનથી ચેક કરી શકશો Oxygen લેવલ
4.5 કરોડમાં વેચાયો ડેટા
હડસન રોક નામની સિક્યોરિટી ફર્મ સાથે જોડાયેલ એલન ગલે આ હેકિંગની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, આ ડેટા 4.5 કરોડ રૂપિયા (10 બિટકોઇન) માં વેચાઈ ચુક્યો છે. સ્વતંત્ર સાઇબર સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજાગઢિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ડોમિનોઝ ઈન્ડિયા પર આપવામાં આવેલ 18 કરોડ ઓર્ડરનો ડેટા પબ્લિક પ્લેટફોર્મ પર આવી ચુક્યો છે. જો તમે ક્યારેય ડોમિનોઝ પર ઓર્ડર આપ્યો છે, તો તમારૂ નામ, ઈમેલ, મોબાઇલ નંબર, જીપીએસ લોકેશન બધુ લીક થઈ ચુક્યુ છે. તેમણે જણાવ્યું કે, આ ડેટાનો સૌથી ખરાબ ઉપયોગ તેની જાસૂસીમાં કરવાનો છે. આ સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે.
એર ઈન્ડિયાનો ડેટા બેસ થયો હેક
એર ઈન્ડિયાએ પણ જાણકારી આપી કે તેમનો ડેટા બેસથી 45 લાખ યાત્રીકોનો ડેટા ચોરી થઈ શકે છે, કારણ કે તેના સીટા-પીએસએસ સર્વરમાં સેંધમારી થઈ છે. એર ઈન્ડિયા તરફથી જાણકારી પ્રમાણે 26 ઓગસ્ટ 2011થી 3 ફેબ્રુઆરી 2021 વચ્ચે ટિકિટ બુક કરનારનાર યાત્રીકોની જન્મ તારીખ, તેમની કોન્ટેક્સ ઇન્ફોર્મેશન, નામ, પાસપોર્ટ વિશે જાણકારી, ટિકિટ વિશે જાણકારી અને સ્ટાર લાએન્સ અને એર ઈન્ડિયા ફ્રીક્વેન્ટ ફ્લાયર ડેટા અને ક્રેડિટ કાર્ડ ડેટા બ્રીચ થયો છે. એર ઈન્ડિયાએ જાણકારી આપી કે તેનું SITA PSS સર્વર, જે ઉડાન ભરનારની વ્યક્તિગત જાણકારીને સ્ોટર અને પ્રોસેસ કરતુ હતું, જેમાં સેંધમારી થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે