અંબાજી મંદિરમાં જનારા ભક્તો ધ્યાન રાખે, આરતી અને દર્શનનો સમય બદલાયો

અંબાજી મંદિરમાં જનારા ભક્તો ધ્યાન રાખે, આરતી અને દર્શનનો સમય બદલાયો
  • સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે બદલાવ કરવામાં આવે છે 
  • અંબાજી મંદિરમાં 12 જુલાઈથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે

અલકેશ રાવ/બનાસકાંઠા :કોરોનાની બીજી લહેરમાં બંધ કરાયેલ માં અંબાનું દ્વાર ફરી ભક્તો માટે ખૂલી ગયું છે. હાલ અંબાજી મંદિર ફરી ખૂલતા મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે આવી રહ્યાં છે. તો બીજી તરફ, અષાઢ સુદ બીજથી શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિર (Ambaji)નો સમય
સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં 12 જુલાઈથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. 

  • આરતી સવારે    -   ૭:૩૦ થી ૮:૦૦
  • દર્શન સવારે      -   ૮:૦૦ થી ૧૧:૩૦
  • મંદિર મંગળ        -  ૧૧:૩૦ થી ૧૨:૦૦
  • રાજભોગ બપોરે  -  ૧૨:૦૦ થી ૧૨:૩૦
  • દર્શન બપોરે        -  ૧૨:૩૦ થી ૧૬:૩૦
  • મંદિર મંગળ        -  ૧૬:૩૦ થી ૧૯:૦૦
  • આરતી સાંજે      -  ૧૯:૦૦ થી ૧૯:૩૦
  • દર્શન સાંજે          -  ૧૯:૩૦ થી ૨૧:૦૦

આ પણ વાંચો : એક યુવતીને પામવા બે યુવકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, અને વચ્ચે પડેલા ભાઈનો ગયો જીવ

કોરોનામાં ભક્તોની ભીડ 
તો બીજી તરફ, કોરોનાની બીજી લહેરમાં મંદિર ખૂલતા જ અંબાજીમાં માં અંબાના દર્શન કરવું ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કોરોના કાળમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દેખાઈ રહી છે. મંદિરમાં રોજ માતાજીના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગી રહી છે. તો આ ભીડમાં ભક્તો સોશિયલ ડિસ્ટન્સ ભૂલી રહ્યાં છે.

આજે નાયબ મુખ્યમંત્રી અંબાજીમાં 
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીને જોડતા દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી ત્રિશુળીયા ઘાટ ઉપરના વ્યું પોઇન્ટનું લોકાર્પણ કરશે. તેમજ અંબાજી ડી. કે. ત્રિવેદી સર્કલ ખાતે દાંતા - અંબાજી ચારમાર્ગીય રસ્તાનું પણ લોકાર્પણ કરશે. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news