Flipkart Big Saving Days: iPhone 12 Mini પર મેળવો 32 હજાર રૂપિયાની છૂટ, જાણો આકર્ષણ ડીલ

iPhone 12 Mini ની માર્કેટમાં કીમત 59,900 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ પર આ સેલ દરમિયાન આ ફોન પર 26 ટકાની છૂટ આપવામાં આવી રહી છે, જેના કારણે તમને આ સ્માર્ટફોન 44,199 રૂપિયામાં મળી રહ્યો છે.

Flipkart Big Saving Days: iPhone 12 Mini પર મેળવો 32 હજાર રૂપિયાની છૂટ, જાણો આકર્ષણ ડીલ

નવી દિલ્હી: ઓનલાઈન શોપિંગ માટે દેશનું મુખ્ય પ્લેટફોર્મમાંથી એક ફ્લિપકાર્ટ (Flipkart) દરરોજ કંઈને કંઈ નવી આકર્ષણ ઓફર્સ લઈને આવે છે. 16 ડિસેમ્બરથી ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડેજ સેલ ચાલી રહ્યો છે, જેમાં તમને દરેક પ્રકારની પ્રોડક્ટ્સ પર કમાલની ઓફર મળી રહી છે. આજે અમે તમને iPhone 12 Miniની ડીલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે આ સ્માર્ટફોનને 28 હજાર રૂપિયાથી ઓછામાં ખરીદી શકો છો. આવો આ ડીલ વિશે જાણીએ.

iPhone 12 Mini ને આવી રીતે ખરીદો 28 હજાર રૂપિયાથી ઓછામાં...
iPhone 12 Mini ની માર્કેટમાં કીમત 59,900 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ પર આ સેલ દરમિયાન આ ફોન પર 26 ટકાની છૂટ આપવામાં આવી રહી છે, જેના કારણે તમને આ સ્માર્ટફોન 44,199 રૂપિયામાં મળી રહ્યો છે. જો તમે આ iPhoneનું પેમેન્ટ એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી કરો છો તો તમને 10 ટકા એટલે કે એક હજાર રૂપિયાનું ઈન્સ્ટેંટ ડિસ્કાઉન્ટ મળી જશે, જેના કારણે ફોનની કિંમત ઓછી થઈને 43,199 રૂપિયા થઈ જશે. 

આ ડીલમાં મળી રહી છે એક્સચેંજ ઓફર
તમને જણાવી દઈએ કે આ ડીલમાં તમને એક એક્સચેંજ ઓફર પણ આપવામાં આવી રહી છે, જેમાં તમે  iPhoneને તમારા જૂના સ્માર્ટફોનના બદલામાં તમે 15,450 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમને આ એક્સચેંજ ઓફરનો પુરો લાભ મેળવવા માંગતા હોવ તો તમે  iPhone 12 Miniને માત્ર 27,749 રૂપિયામાં ખરીદી શકો છો.

iPhone 12 Miniના ફીચર્સ
આ ડીલમાં અમે iPhone 12 Miniના 64GB વેરિયન્ટની વાત કરી રહ્યા છીએ. A14 બાયોનિક ચિપ પર ચાલતો આ સ્માર્ટફોન એક ડુઅલ રીયર કેમેરા સેટઅપની સાથે આવે છે, જેમાં બન્ને સેન્સર્સ 12MPના છે. વીડિયોઝ બનાવવા અને સેલ્ફી લેવા માટે તમને આ ફોનમાં 12MPનો ફ્રંટ કેમેરો પણ મળશે. એપલનો આ iPhone એક 5G ફોન છે અને 5.4 ઈંચની સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લેની સાથે  આવે છે.

તમને જણાવી દઈએ કે ફિલ્પકાર્ટની આ બિગ સેવિંગ ડેજ સેલ 21 ડિસેમ્બર સુધી ચાલશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news