અમદાવાદની સ્કૂલોમાં ફેલાઈ રહ્યો કોરોના, બે સ્કૂલોના વિદ્યાર્થીઓ આવ્યા પોઝિટિવ
બાળકો માટેની વેક્સીન (corona vaccine) હજુ સુધી આવી નથી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ગુજરાત (gujarat corona update) ના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, વલસાડ, રાજકોટ બાદ હવે અમદાવાદની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ (corona test) આવી રહ્યાં છે. આવામાં અમદાવાદમાં પહેલીવાર કોરોનાના કેસો બાળકોમાં નોંધાયા છે. અમદાવાદની બે સ્કૂલમાં કુલ 4 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :બાળકો માટેની વેક્સીન (corona vaccine) હજુ સુધી આવી નથી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ગુજરાત (gujarat corona update) ના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, વલસાડ, રાજકોટ બાદ હવે અમદાવાદની શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ (corona test) આવી રહ્યાં છે. આવામાં અમદાવાદમાં પહેલીવાર કોરોનાના કેસો બાળકોમાં નોંધાયા છે. અમદાવાદની બે સ્કૂલમાં કુલ 4 બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદની છારોડીની નિરમા વિદ્યાવિહારમાં 3 અને થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલની 1 વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવી છે. નિરમા વિદ્યાવિહારમાં ધોરણ 5, 9 અને 11 ના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોનાના શિકાર થયા છે. ધોરણ 9 અને 11 બંને વિદ્યાર્થીઓ એક પરિવારના બાળક, પ્રથમ પિતા સંક્રમિત થયા બાદ બાળકો સંક્રમિત થયા છે. ઉદગમ સ્કૂલમાં ધોરણ 2 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોરોના થયો છે. નિરમા વિદ્યાવિહાર સ્કૂલના સંચાલકોએ ઓફલાઈન વર્ગો 27 ડિસેમ્બર સુધી બંધ રાખવા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી છે. ઉદગમ સ્કૂલમાં હાલ CBSE બોર્ડની પરીક્ષા ચાલતી હોઈ, બાકીની કેટલીક પરીક્ષા અન્ય બિલ્ડિંગમાં લઈને પૂર્ણ કરાશે. હાલ તમામ ચારેય બાળકોની હાલત સ્થિર છે.
તો બીજી તરફ, ઓલ ગુજરાત વાલી મંડળની શાળાઓ બંધ કરવાની માંગ કરી છે. એક પછી એક બાળકો સંક્રમિત થતા વાલી મંડળ દ્વારા અમદાવાદની સ્કૂલો બંધ કરવાની માંગ કરી છે. 15 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવા શિક્ષણ વિભાગને અપીલ કરી છે. સંક્રમિત બાળકોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે તેવી પણ માગ કરી છે. ચાલૂ સ્કૂલે કોરોનાની ઝપેટમાં આવતા બાળકોની સારવારનો હોસ્પિટલનો ખર્ચ સરકાર ચૂકવે તેવી વાલી મંડળના પ્રમુખે માગ કરી છે.
બાળકો માટે આવશે વેક્સીન, WHOએ ભારતની રસીને આપી મંજૂરી
ઓમિક્રોન કહેર વચ્ચે WHO એ સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સીન Covovaxને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાની લડાઈમાં વધુ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે Covovax રસી વધુ અસરકારક અને સલામત છે. બાળકો માટે કોરોનાની રસી માટેનો માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ શુક્રવારે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII), Covovax માં બનેલી રસીને બાળકો પર ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ વિશ્વની નવમી રસી છે, જેને WHO દ્વારા કોરોના વાયરસ સામે મંજૂર કરવામાં આવી છે.
3 વર્ષ સુધીના બાળકો માટે સક્ષમ
આ રસીના ઉત્પાદન માટે સીરમ ઈન્સિ્ટ્યૂટએ Novavax, WHO અને Gavi સાથે જોડાણ કર્યું છે. પૂનાવાલાએ આ અઠવાડિયે કહ્યું હતું કે SII આગામી 6 મહિનામાં બાળકો માટે કોરોના રસી Covovax લોન્ચ કરવા જઈ રહી છે. તેમણે દાવો કર્યો કે કોવોવેક્સન રસી 3 વર્ષ સુધીના બાળકોને કોરોનાથી બચાવવામાં સક્ષમ હોવાનું જાણવા મળ્યું છે.
WHO એ કહ્યું કે, 2022ના અંત સુધીમાં કોરોના સામાન્ય ફ્લૂમાં ફેરવાઈ જશે. પરંતુ હાલ શિયાળામાં કોરોનાનો અજગરી ભરડો જોવામ મળી રહ્યો છે. ગુજરાત (gujarat corona update) માં એક તરફ ઓમિક્રોમના પાંચ કેસ નોંધાયા છે, તો બીજી તરફ કોરોનાના કેસ (corona case) મોટાભાગના શહેરોમાં વધી રહ્યા છે. આવામાં ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોના વધી રહ્યો છે. વલસાડ, સુરત અને વડોદરા શહેરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે