Mahindra Thar ને ટક્કર આપવા આવી રહી છે દમદાર ઓફ-રોડર SUV

એડવેન્ચર ડ્રાઈવિંગના શોખીનો માટે સારા સમાચાર, આગામી દિવસોમાં લોન્ચ થઈ રહી છે Forceની દમદાર ઓફ-રોડર SUV. ફોર્સ મોટર્સ(Force Motors) ટૂંક સમયમાં જ તેની આઈકોનિક ઓફ-રોડર SUV ગુરખા (Gurkha)ને એક નવા અવતારમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. કાર નિર્માતાએ તેના લોન્ચની જાહેરાત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓલ ન્યુ ગુરખા 4X4નું ટીઝર રજૂ કર્યું છે. કંપનીએ તહેવારોની સીઝન પહેલા 2021 ફોર્સ ગુરખા લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે.

Mahindra Thar ને ટક્કર આપવા આવી રહી છે દમદાર ઓફ-રોડર SUV

નવી દિલ્લીઃ ફોર્સ મોટર્સ(Force Motors) ટૂંક સમયમાં જ તેની આઈકોનિક ઓફ-રોડર SUV ગુરખા (Gurkha)ને એક નવા અવતારમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. કાર નિર્માતાએ તેના લોન્ચની જાહેરાત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓલ ન્યુ ગુરખા 4X4નું ટીઝર રજૂ કર્યું છે. કંપનીએ તહેવારોની સીઝન પહેલા 2021 ફોર્સ ગુરખા લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર, 2021 ફોર્સ ગુરખાને આવતા મહિને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી શકે છે. અગાઉ, કાર નિર્માતાએ પુષ્ટિ કરી હતી કે ગુરખા એસયુવી આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં એટલે કે જુલાઈ અને સપ્ટેમ્બરની વચ્ચે લોન્ચ કરવામાં આવશે. જોકે, કાર નિર્માતાએ હજુ સુધી સત્તાવાર લોન્ચિંગ તારીખ જાહેર કરી નથી.

 

— Force Gurkha (@ForceGurkha4x4) August 27, 2021

ફોર્સ મોટર્સે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલા ઓટો એક્સ્પો 2020માં નવી ગુરખા BS-6નું પ્રદર્ષિત કરી હતી. ત્યારથી, એડવેન્ચર ડ્રાઈવિંગના ઉત્સાહીઓ આ ઓફ-રોડર એસયુવીની રાહ જોઈ રહ્યા છે. કોરોના મહામારીને કારણે, કંપનીએ નવી ગુરખા એસયુવીની લોન્ચિંગ તારીખ આગળ વધારી છે. તહેવારોની સીઝન પહેલા ફોર્સ ગુરખા એસયુવીના લોન્ચિંગનો અર્થ એ થશે કે ન્યુ જનરેશનની મહિન્દ્રા થાર એસયુવી ગયા વર્ષે લોન્ચ થયા બાદ ભારતીય બજારમાં તેની પ્રથમ વાસ્તવિક હરીફ બનશે. મહિન્દ્રા થાર ભારતીય બજારમાં ખૂબ જ લોકપ્રિય છે. આ SUV સાથે સ્પર્ધા કરવા માટે, કંપનીએ નવી ગુરખા એસયુવીના દેખાવ અને ડિઝાઈનમાં ઘણા ફેરફાર કર્યા છે. આ કોસ્મેટિક ફેરફારોને કારણે, ગુરખાનું નેક્સ્ટ જનરેશન મોડલ હાલના મોડલ કરતાં ઘણું સારું બની ગયું છે.

દમદાર એન્જીવાળી ઓફ રોડર-
નવી ફોર્સ ગુરખા બીએસ 6 એસયુવીમાં 2.6 લિટર ડીઝલ એન્જીન છે, જે મહત્તમ 89 bhp પાવર જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. એડવેન્ચરના શોખીનોને ઉત્સાહિત કરવા માટે, તેને ઓલ-વ્હીલ-ડ્રાઈવ સિસ્ટમ મળશે. એસયુવીની હાઈલાઈટ્સમાં સ્વતંત્ર ઈન્ડિપેન્ડેન્ટ સસ્પેન્શન અને પાછળના ભાગમાં રિજિડ એક્સલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એસયુવી એક મજબૂત ઓફ-રોડર હશે અને 4x4 સિસ્ટમ સાથે ઓફરોડિંગ ટાયર મળશે. જે કોઈપણ ખરાબ રસ્તામાં સારી રીતે દોડી શકશે.

શાનદાર લુક્સ-
ફોર્સ ગુરખા સેકન્ડ જનરેશન મોડલ SUVની નવી તસવીરોમાં સમાન દેખાય છે જેવી તેને ઓટો એક્સ્પો 2020માં રજૂ કરવામાં આવી હતી. ફોર્સ ગુરખાની નવી તસવીરમાં જે મોડેલ દેખાય છે તેને ઓટો એક્સ્પોમાં રજૂ કરાયેલા વર્ઝન જેવી જ ડિઝાઇન અને સ્ટાઈલિંગ જોવા મળે છે. તેમાં ફેન્ડર-માઉન્ટેડ ઈન્ડિકેટર્સ, સર્ક્યુલર LED-DRL, સિંગલ સ્લેટ ગ્રિલ, સ્નોર્કલ, ફાઈવ સ્પોક એલોય વ્હીલ્સ તેમજ ઓટો એક્સ્પોમાં રજૂ કરાયેલા ગુરખા જેવું જ રૂફ-માઉન્ટેડ લગેજ કેરિયર મળે છે. નવી ગુરખા બીએસ 6 એસયુવીને સિંગલ સ્લોટ ગ્રિલની મધ્યમાં મોટો કંપનીના લોગો સાથે ગોળાકાર ડે લાઇટ સાથે નવા હેડલેમ્પ મળે છે. આ સાથે, એસયુવીને આકર્ષક ફોગ લાઈટ્સ, વ્હીલ ક્લેડિંગ અને બ્લેક ORVM(આઉટ સાઇડ રીઅર વ્યૂ મિરર) મળે છે જે તેને પહેલા કરતા વધુ શાનદાર લુક આપે છે.

દમદાર ફીચર્સ-
લીક થયેલી તસવીરોમાં ગુરખા એસયુવી ઓરેન્જ કલરમાં જોવા મળી રહી છે. કંપનીએ ઓટો એક્સ્પોમાં પણ તેને સમાન રંગમાં રજૂ કરી હતી. કંપનીએ ડબલ હાઈડ્રોલિક સ્પ્રિંગ કોઈલ સસ્પેન્શન અને 17 ઈંચના ટ્યુબલેસ ટાયર આપ્યા છે. કારની ચારે બાજુ ઓફરોડ ક્લેન્ડિંગ મળે છે. કારમાં નવી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બે એરબેગ્સ, ABS, રિયરના પાર્કિંગ સેન્સર, પાવર વિન્ડો ડીઆરએલ સાથે LED હેડલેમ્પ્સ જેવી સુવિધાઓ મળશે. તે જ સમયે, તેને મેન્યુઅલ લોકિંગ ડિફરન્શિયલ સાથે નવી ચેસીસ પણ મળશે. આપને જણાવી દઈએ કે ઓટો એક્સ્પોમાં રજૂ કરાયેલી એસયુવી સ્ટાન્ડર્ડ ફોર્સ ગુરખાનું કસ્ટમાઈઝ્ડ વર્ઝન છે.

સ્પર્ધા-
મહિન્દ્રા પોતાની ન્યુ જનરેશન થારને રોડ ફ્રેન્ડલી વાહન તરીકે રજૂ કરી છે જે ખરીદદારોના મોટા વર્ગને આકર્ષે છે. તેથી નવા ગુરખા મહિન્દ્રા થારને ટક્કર આપવા માટે કઈ વ્યૂહરચના અપનાવશે તે જોવું રસપ્રદ રહેશે. બંને SUV સમાન વિચારધારા ધરાવતા ખરીદદારોને લક્ષ્ય બનાવે છે. હાર્ડકોર એડવેન્ચર સીકર્સ ડ્રાઈવરો દ્વારા ખાસ કરીને ગુરખાને પસંદ કરવામાં આવે છે, જ્યારે થાર ખરીદદારોના વિશાળ અને મિશ્ર વર્ગને આકર્ષે છે. જ્યારે મારુતિ સુઝુકી તેની જિમ્ની એસયુવી લોન્ચ કરશે, ત્યારે આ સેગમેન્ટમાં પણ ત્રિ-માર્ગીય હરીફાઈ જોવા મળશે. જોકે, મારુતિ સુઝુકી જિમ્ની આગામી વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવશે નહીં.

કિંમત-
નવી 2021 Force Gurkhaની લોન્ચિંગના સમયે જ તેની કિંમતનું એલાન કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપની નવી ગુરખાને 10-15 લાખ રૂપિયા વચ્ચે લોન્ચ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news