તમારા બોસે તમારી રજા અરજીનો મેઈલ વાંચ્યો કે નહીં? જાણવા અજમાવો આ Gmail Trick

આજે અમે તમને એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારો મેઈલ કયા સમયે, કયા દિવસે અને કેટલી વાર જોવામાં આવ્યો છે. આ કરવું ખૂબ જ સરળ છે, આ માટે તમારે ફક્ત નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે અને તમે તમારું કામ સરળતાથી કરી શકશો.

તમારા બોસે તમારી રજા અરજીનો મેઈલ વાંચ્યો કે નહીં? જાણવા અજમાવો આ Gmail Trick

નવી દિલ્લીઃ આજે દરેક લોકો ઈમેલનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને નોકરીયાત વર્ગનું મોટાભાગનું કામ ઈમેલના આધારે થાય છે. એમાંય ખાસ કરીને જ્યારે તમે કોઈ રજા માટે તમારા બોસને અરજી કરી હોય ત્યારે તમારા મનમાં એજ સવાલ હોય છેકે, બોસે મારી અરજી જોઈ કે વાંચી કે નહીં. અને એ સવાલને કારણે તમે આખો દિવસ મનમાં ને મનમાં મૂંજાયા કરતા હોવ છો. તો હવે મનમાં મૂંજાવાની જરૂર નથી, અમે તમને જણાવીશું એવી ટ્રીક કે તમને તુરંત ખ્યાલ આવી જશે કે તમારા બોસે તમારી રજા અરજીનો મેઈલ વાંચ્યો છેકે નહીં.

આજે અમે તમને એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારો મેઈલ કયા સમયે, કયા દિવસે અને કેટલી વાર જોવામાં આવ્યો છે. આ કરવું ખૂબ જ સરળ છે, આ માટે તમારે ફક્ત નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે અને તમે તમારું કામ સરળતાથી કરી શકશો.

આજના સમયમાં મોટાભાગના લોકોને કોઈપણ કામ માટે મેઈલ કરવાની જરૂર પડે છે. જ્યારે આપણે કોઈને મેઈલ કરીએ છીએ, ત્યારે આપણે તે મેઈલના જવાબની રાહ જોતા હોઈએ છીએ. લાંબા સમય સુધી જવાબ ન આવે તો પણ આપણા મનમાં પ્રશ્ન આવે કે સામેની વ્યક્તિએ મેઈલ જોયો કે નહીં? પરંતુ કમનસીબી એ છે કે મેઈલમાં આવી કોઈ સુવિધા આપવામાં આવી નથી, જેનાથી જાણી શકાય કે સામેની વ્યક્તિએ મેઈલ (Gmail)વાંચ્યો છે કે નહીં. પરંતુ સારા સમાચાર એ છે કે હવે તમારી સમસ્યા દૂર થઈ શકે છે.

આ mailtrack extension શું છે?
આ માટે તમારે ગૂગલ પર મેલટ્રેક એક્સટેન્શનનો ઉપયોગ કરવો પડશે. આ કરવા માટે, Google પર mailtrack extension ટાઈપ કરીને સર્ચ કરો. જ્યારે વેબસાઈટ ઓપન થાય, ત્યારે Add to Chrome પર ક્લિક કરો. હવે તમારી સામે એક પેજ ખુલશે, જેમાં તમને ગૂગલ એકાઉન્ટ એડ કરવા માટે કહેવામાં આવશે. ઈમેઈલ આઈડી ટાઈપ કરીને એડ કરતી વખતે તમને મેઈલટ્રેક ઈમેલ એક્સેસ કરવા માટે કહેવામાં આવશે. અહીં તમે Allow બટન પર ક્લિક કરો. આમ કરવાથી તમે તમારા મોકલેલા તમામ મેઈલને સરળતાથી ટ્રેક કરી શકો છો.

Mailtrack નામનો વિકલ્પ પસંદ કરો-
હવે તેને એક્ટિવેટ કરવા માટે તમારે ફોનમાં જીમેઈલ ઓપન કરીને નવો મેઈલ લખવો પડશે. મેઈલ કંપોઝ કર્યા પછી તેને મોકલતા પહેલા સેન્ડ બટનની બાજુમાં ત્રણ ડોટ આઈકોન પર ક્લિક કરો. હવે તમે ડ્રોપ-ડાઉન મેનુમાં Insert from Mailtrack નામનો વિકલ્પ જોશો, જેના પર ક્લિક કરીને તમારે Track Email પસંદ કરવાનું રહેશે. આમ કરવાથી સેટિંગ એક્ટિવેટ થઈ જશે. હવે તમે Mailtrackના ડેશબોર્ડ પરથી તમારા મોકલેલા ઈમેઈલને સરળતાથી ટ્રેક કરી શકો છો.

Gmailનું મોબાઈલ વર્ઝન આ રીતે કરો ચેક-
આ સિવાય તમે Gmailના મોબાઈલ વર્ઝન પર પણ આ સ્ટેટસ ચેક કરી શકો છો. પરંતુ આ માટે તે જરૂરી છે કે તમે મેઈલટ્રેકનો ઉપયોગ કરીને મેસેજનો જવાબ આપ્યો હોય. ઉપરાંત, તમે દરેક ઈમેલની નીચે આપેલ ઉપલબ્ધ એડ-ઓન વિકલ્પ પર ક્લિક કરીને સરળતાથી મેઈલને ટ્રેક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news