Google Doodle: કોણ છે મેક્સીકન નોબેલ વિજેતા ડૉ. મારિયો મોલિના?

Google Doodle Today: ડૉ. મારિયો મોલિના તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે અને પછી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં પોસ્ટડોક્ટરલ રિસર્ચ કરવા માટે યુએસ ગયા હતા.

Google Doodle: કોણ છે મેક્સીકન નોબેલ વિજેતા ડૉ. મારિયો મોલિના?

Google Doodle Who is Dr. Mario Molina: જ્યારે પણ કોઈ મોટી ઈવેન્ટ હોય કે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય કે બીજું કંઈક હોય ત્યારે ગૂગલ ડૂડલ બનાવીને ઉજવણી કરે છે. 19 માર્ચ, 2023 માટેનું આજનું Google ડૂડલ, મેક્સીકન કેમિસ્ટ ડૉ. મારિયો મોલિના પર છે. આજે તેમનો 80મોં જન્મદિવસ છે. તેમણે ગ્રહના ઓઝોન સ્તરને બચાવવા માટે સરકારોને એકસાથે આવવા માટે સમજાવ્યુ હતું. રસાયણશાસ્ત્રમાં 1995 નોબેલ પુરસ્કારના સહ-પ્રાપ્તકર્તા, ડૉ. મોલિના એવા સંશોધકોમાંના એક હતા જેમણે શોધ્યું કે કેમિકલ પૃથ્વીના ઓઝોન કવચને કેવી રીતે નાશ કરે છે, જે મનુષ્યો, છોડ અને વન્યજીવનને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી રક્ષણ આપે છે.

નોબેલ પુરસ્કાર વિજેતા વિશે જરૂરી જાણકારી

-ડૉ. મોલિનાનો જન્મ 19 માર્ચ 1943ના રોજ મેક્સિકો સિટીમાં થયો હતો. બાળપણમાં, તે વિજ્ઞાન પ્રત્યે એટલા ઝનૂની હતા કે તેમણે બાથરૂમને કામચલાઉ પ્રયોગશાળામાં ફેરવી દીધું. 

-ડૉ. મોલિનાએ નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટી ઓફ મેક્સિકોમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને જર્મનીની યુનિવર્સિટી ઓફ ફ્રીબર્ગમાંથી એડવાન્સ ડિગ્રી મેળવી છે.

-તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે અને પછી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પોસ્ટડોક્ટરલ સંશોધન કરવા માટે યુએસ ગયા હતા.

-1970 ના દાયકાની શરૂઆતમાં, ડૉ. મોલિનાએ અભ્યાસ કર્યો કે કેવી રીતે સિંથેટિક રસાયણો પૃથ્વીના વાતાવરણને અસર કરે છે. આ અંગે સંશોધન શરૂ કર્યું.

No description available.

-ક્લોરોફ્લોરોકાર્બન્સ ઓઝોનને તોડી રહ્યું છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વીની સપાટી સુધી પહોંચવા દે છે તે શોધનાર તે પ્રથમ વ્યક્તિઓમાંના એક હતા.

-તેમણે અને તેમના સાથી સંશોધકોએ તેમના તારણો નેચર જર્નલમાં પ્રકાશિત કર્યા, પછીથી તેમને રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો.

-ગ્રાઉન્ડબ્રેકિંગ રિસર્ચ મોન્ટ્રીયલ પ્રોટોકોલનો પાયો બન્યો, એક આંતરરાષ્ટ્રીય સંધિ જેણે લગભગ 100 ઓઝોન-લેયરને નુકસાન કરનારા રસાયણોના ઉત્પાદન પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો હતો.

-આ આંતરરાષ્ટ્રીય જોડાણને અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી પર્યાવરણીય સંધિઓમાંની એક ગણવામાં આવે છે - એક ઉદાહરણ જે દર્શાવે છે કે સરકારો આબોહવા પરિવર્તનનો સામનો કરવા અસરકારક રીતે સાથે મળીને કામ કરી શકે છે.

-07 ઓક્ટોબર, 2020ના રોજ 77 વર્ષની વયે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું.

-મારિયો મોલિના સેન્ટર મેક્સિકોની અગ્રણી સંશોધન સંસ્થા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news