Google પર શરૂ થયું Whatsapp જેવું ફીચર, યૂઝર્સને મળશે આ તમામ સુવિધાઓ
સોશિયલ મેસેજિંગ એપ્સ (Social Messaging Apps)ને ટક્કર આપવા માટે સર્ચ એન્જીન કંપની ગૂગલ (Google)એ શરૂઆત કરી દીધી છે. કંપનીએ પોતાની મેસેજ સર્વિસમાં ચેટ ફીચર લોન્ચ કર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: સોશિયલ મેસેજિંગ એપ્સ (Social Messaging Apps)ને ટક્કર આપવા માટે સર્ચ એન્જીન કંપની ગૂગલ (Google)એ શરૂઆત કરી દીધી છે. કંપનીએ પોતાની મેસેજ સર્વિસમાં ચેટ ફીચર લોન્ચ કર્યું છે. કંપનીએ આ સર્વિસ ઓપન રિચ કોમ્યુનિકેશન સર્વિસેઝના માપદંડ પર આધારિત છે.
આ લોકોને મળશે ટક્કર
ગૂગલની આ સેવા Facebook મેસેંજર, Whatsapp અને Telegramની માફક છે. કંપનીએ કહ્યું કે તેને એંડ્રોઇડ પર તમામ માટે પોતાના ચેટ ફીચરને લોન્ચ કરી દીધું છે, જેથી મેસેજ કરવાના અનુભવને મોર્ડન બનાવી શકાય. હવે દુનિયામાં મેસજનો ઉપયોગ કરનાર કોઇપણ પોતાના કેરિયર અથવા સીધા ગૂગલ સાથે આ મોર્ડન ચેટ ફીચરનો ઉપયોગ કરી શકે છે.
એક જેવી એપ્સની કરી શકશો તુલના
Google ના પ્લે સ્ટોર એપ (Play store app)પર એક એવા નવા ફીચર કામ કરવાની વાત કહેવામાં આવી રહી હતી, જેનાથી યૂઝર્સ એક જેવી એપ્સ (Mobile apps)ની વચ્ચે તુલના કરી શકશો અને તેના આધાર પર તેને ડાઉનલોડ કરવાનો નિર્ણય લઇ શકશો.
એપમાં કરી શકશો તુલના
VLC મીડિયા પ્લેયર એપને જોતી વખતે કમ્પેયર એપ્સ સેક્શનમાં એમએક્સ પ્લેયર, જીઓએમ પ્લેયર અને આ પ્રકારએ ઘણી એપ જોવા મળી રહે છે. સીરીઝમાં એપ્સની વચ્ચે તુલના કરવા ઉપરાંત તમને રેટિંગ્સ, અત્યાર સુધી ડાઉનલોડ કર્યાની સંખ્યા, ઉપયોગમાં સરળતા જેવા ફીચર્સ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે