સુરત: કેનાલમાં ટ્રેક્ટર પલટી જતા દટાયેલા બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત

શહેરના કનાજ રોડ પર એક ટ્રેક્ટર અકસ્માતે પલટી મારી ગયું હતું. જેના પગલે ટ્રેકટરમાં બેઠેલા એક પુરૂષ અને મહિલાનું દબાઇ જવાના કારણે મોત નિપજ્યું હતુ. હાલ બંન્નેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. 
સુરત: કેનાલમાં ટ્રેક્ટર પલટી જતા દટાયેલા બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત

સુરત: શહેરના કનાજ રોડ પર એક ટ્રેક્ટર અકસ્માતે પલટી મારી ગયું હતું. જેના પગલે ટ્રેકટરમાં બેઠેલા એક પુરૂષ અને મહિલાનું દબાઇ જવાના કારણે મોત નિપજ્યું હતુ. હાલ બંન્નેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. લાંબી જહેમત બાદ બંન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર , સવારે 9 વાગ્યાની આસપાસ ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, વરિયાવ જકાતનાકા પાસે કનાજ રોડ પર રેલવે ફાટક પાસે એક HMT ટ્રેકટર (GJ-05-AA-1670) કેનાલમાં પલટી ગયું હતું. આ ટ્રેક્ટર જહાંગીરપુરાથી કનાજ ગામ જઇ રહ્યું હતું. દરમિયાન કેનાલ રોડ પર તે પલટી જતા તેમાં બેઠેલ મહિલા અને પુરૂષ બંન્ને ટ્રેક્ટર નીચે દબાયા હતા. 

ટ્રેક્ટર નીચે દબાઇ જવાના કારણે બંન્નેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જેથી ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ટ્રેક્ટર નીચે દબાયેલા બંન્ને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંન્નેને મૃત જાહેર કર્યા હતા. 
મૃતકના નામ
1. સુર્યકાંત મંછારામ પટેલ
2. મૃતક મહિલાની ઓળખ સુર્યકાંત ભાઇના પત્ની તરીકે થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news