Googleએ આ 6 એપ્સને Play Storeથી હટાવી, જાણો કઇ-કઇ એપ છે સામેલ
Trending Photos
નવી દિલ્હી: તકનીકી વિકાસના ક્રમમાં, જ્યાં ફોન સ્માર્ટ થઈ રહ્યા છે, માણસ વિકલાંગ બની રહ્યો છે. તો અપરાધની દુનિયા પણ સોફ્ટવેરવાળી થઇ ગઈ છે. ગૂગલને પણ તેના પ્લે સ્ટોરમાં કંઈક આવું જ મળ્યું અને પછી પ્લે સ્ટોરમાંથી તે 6 એપ્સ કાઢી નાંખી જે જોખમી હતી. ગુગલે (Google) બીજી વખત આ પગલું ભર્યું છે.
આ એપ છે શામેલ
પ્રાપ્ત જાણકારી અનુસરા, ગુગલ (Google)એ કનવીનિયન્ટ સ્કેનર 2 (Convimemt Scanner 2), સેફ્ટી એપલોક (Safety Applock), PUSH મેસેજ- ટેક્સ્ટિંગ એન્ડ એસએમએસ (Push Message- Texting and SMS), ઇમોજી વોલપેપર (Emogy Wallpaper), સેપરેટ ડોક સ્કેનર (Seperate Doc Scanner) અને ફિંગરટિપ ગેમબોક્સ (Fingertip Gamebox)ને પ્લે સ્ટોર (Play Store) લિસ્ટથી હટાવી દેવામાં આવી છે. આ એપ જોકર માલવેરથી સંક્રમિત હતી.
2017માં પણ કરી હતી કાર્યવાહી
જોકર માલવેર ડિવાઇસમાં પ્રવેશ્યા પછી યૂઝર્સને પ્રીમિયમ સેવા માટે કોઈપણ જાણકારી વગર સબ્સ્ક્રાઇબ કરે છે. જો કોઈએ તેમના ફોનમાં ડાઉનલોડ કરી છે, તો તે એક મોટું જોખમ સાબિત થઈ શકે.
આ એપ્સને લગભગ 2 લાખતી વધુ લોકોએ તેમના ફોનમાં ડાઉનલોડ કરી હતી. 2017થી ગુગલે પ્લે સ્ટોરથી આવી 1700 એપ્સ હટાવી છે જે જોકર માલવેરથી સંક્રમિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે