JIO ગીગાફાઇબર કનેક્શન તમને કેવી રીતે મળશે, જાણો કેટલા ચૂકવવા પડશે

JIO ગીગાફાઇબર કનેક્શન તમને કેવી રીતે મળશે, જાણો કેટલા ચૂકવવા પડશે

જો તમે જિયો ગીગાફાઇબર (Jio GigaFibre) કનેક્શન લેવાની રાહ જોઇ રહ્યા છો તો તમારી આ ઇચ્છા જલદી પુરી થશે. રિલાયન્સ જિયો દ્વારા જોકે હજુસુધી તેની સત્તાવાર જાહેરાત થઇ શકી નથી પરંતુ મીડિયા અહેવાલોમાં દાવો છે કે મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી કંપની જિયોની વેબસાઇટ પર કેટલા FAQ આપવામાં આવ્યા છે, જેમાં જિયો ગીગાફાઇબર કનેક્શન લેવાની રીત જણાવવામાં આવી છે.  

શું સૂચના આપવામાં આવી છે વેબસાઇટ પર
એનડીટીવીના સૂત્રોના હવાલેથી સમાચાર આપવામાં આવ્યા છે મુંબઇ અને દિલ્હીમાં ઘણી સોસાયટીમાં આ સેવા ઉપલબ્ધ છે. પરંતુ હજુ એ પણ ટેસ્ટિંગ ફેજમાં છે. જિયોના પ્રતિનિધિ વિસ્તારોમાં ફરી-ફરીને ગ્રાહકો પાસેથી તેના વિશે જાણકારી લઇ રહ્યા છે. તમે તેને મળીને નવા કનેક્શન માટે એપ્લાઇ કરી શકો છો. કારણ કે અત્યારે તે જ કનેક્શન મેળવવાનું માધ્યમ છે. કંપની આ સેવાને ટૂંક સમયમાં શરૂ કરશે.  
jio giga fibre
18,000mAh ની બેટરીવાળો સ્માર્ટફોન જલદી થશે લોન્ચ, જાણો અન્ય ખૂબીઓ

શું લાગશે ચાર્જ
શરૂઆતમાં આ સેવા માટે તમારે 4500 રૂપિયા આપવા પડશે, જે રિફંડેબલ છે. તેને તમે Paytm, Jio Money, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પણ પે કરી શકો છો. 

શું લાગશે દસ્તાવેજ
ઘરના સરનામા સંબંધિત દસ્તાવેજ
પાસપોર્ટ સાઇઝ ફોટો
પેમેંટ કર્યા બાદ તમને ટેક્સ્ટ SMS આવશે, જેમાં નવા કનેક્શન વિશે સૂચના હશે. 
થોડા દિવસો બાદ તમને હાર્ડવેર ઇંસ્ટોલેશનની જાણકારી મળશે.
તેના દ્વારા તમે ગીગાહબ હોમ ગેટવે સાથે કનેક્શન સેટ કરી શકશો. 
તમારી સેવા થોડા કલાકોમાં ચાલુ થઇ જશે.
નવા કનેક્શન માટે તમે કંપનીની વેબસાઇટ Jio.com અથવા MyJio app દ્વારા પણ એપ્લાઇ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news