ગૂપચૂપ લોન્ચ થઈ ગયું આ જબરદસ્ત લેપટોપ, ફીચર્સ અને કિંમત જાણી લોકો ઉછળી પડ્યા
કિંમત અને ફીચર્સ વિશે જાણો.
Trending Photos
નવી દિલ્હી: Infinix INBook X2 દક્ષિણ પૂર્વ એશિયાના બજારોમાં ગૂપચૂપ રીતે લોન્ચ થઈ ગયું છે. નોટબુક મૂળ Infinix INBook X1ના વારસદાર તરીકે આવ્યું છે. જેને ઓક્ટોબર 2021માં પરત જાહેર કરાયું હતું. લેપટોપ આમ તો વજનમાં ખુબ જ હળવું છે. તેને એક હાથના સહારે પણ ચલાવી શકાય છે. લેપટોપમાં 14 ઈંચની સ્ક્રિન 11 કલાક સુધી ચાલે એટલી બેટરી અને ડ્યુઅલ એલઈડી વેબ કેમ છે. Infinix INBook X2 ની કિંમત અને ફીચર્સ વિશે જાણો.
Infinix INBook X2 Price In India
INBook X2 ને સૌથી પહેલા ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને ઈજિપ્ત જેવા બજારોમાં 22 જાન્યુઆરીથી જોવા મળશે. જેમ કે તસવીરમાં જોઈ શકાય છે તેમ X2 લાલ, વાદળી, ગ્રે, અને લીલા જેવા કલરમાં જોવા મળશે. જ્યાં સુધી કિંમતનો સવાલ છે તો તેના Core i3, Core i5, અને Core i7 મોડલની કિંમત ક્રમશ: 399 ડોલર (29,686 રૂપિયા), 549 ડોલર (40,848 રૂપિયા) અને 649 ડોલર (48,289 રૂપિયા) છે.
Infinix INBook X2 Specifications
Infinix INBook X2 નું વજન માત્ર 1.24 કિગ્રા છે અને તે 14.8mm ની સ્લિમ પ્રોફાઈલને સ્પોર્ટ કરે છે. ડિવાઈસમાં 14 ઈંચનો આઈપીએસ પેનલ છે જે ફૂલ એચડી રિઝોલ્યુશન, 300 નીટ્સ બ્રાઈટ્નેસ, 16:9 આસ્પેક્ટ રેશ્યો, 100 ટકા એસઆરજીબી કલર ગેમિટ અને 178 ડિગ્રી વાઈડ વ્યૂઈંગ એંગલ પ્રદાન કરે છે. નોટબુક વિન્ડોઝ 11 હોમ વર્ઝન પર ચાલે છે.
Infinix INBook X2 RAM And Storage
INBook X2 10મી પેઢીના Intel CPU વેરિએન્ટ જેમ કે Core i3-1005G1, Core i5-1035G1 અને Core i7-1065G7 માં આવે છે. તે 8 જીબી/16 pryr jsc Dvs 256જીબી/512 જીબી એમ.2 એનવીએમઆઈ પીસીઆઈ 3.0 એસએસડી સ્ટોરેજ પ્રદાન કરે છે. હીટ ડિસિપેશન માટે તે તથાકથિત ICE STORM 1.0 સિસ્ટમથી લેસ છે.
Infinix INBook X2 Battery
નોટબુક ફૂલ સાઈઝના બેકલિટ ચિકલેટ કીબોર્ડ અને એક સહજ ટચપેડથી લેસ છે. આ એક 50Wh બેટરી દ્વારા સમર્થિતછે, જેને બંડલ કરાયેલા 45W ચાર્જરનો ઉપયોગ કરીને ચાર્જ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે તે 11 કલાક સુધીનો વેબ બ્રાઉઝિંગ ટાઈમ અને 9 કલાકનો વીડિયો પ્લેબેક ટાઈમ આપી શકે છે.
Infinix INBook X2 Other Features
INBook X2 માં HD વેબકેમ માટે એલઈડી ફ્લેશ યુનિટ્સની એક જોડી છે. ઓડિયો માટે તેમાં DTS ઓડિયો સપોર્ટ સાથે સ્પીકરની પણ એક જોડી અને એક 3.5mm ઓડિયો જેક છે. ડિવાઈસ પર ઉપલબ્ધ અન્ય કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઈફાઈ802.11ac, બ્લ્યૂ ટૂથ 5.1, બે યુએસબી-સી પોર્ટ (તેમાંથી એક ચાર્જિંગ અને ડિસ્પ્લેપોર્ટનું સમર્થન કરે છે), બે યુએસબી 3.0 પોર્ટ, એક એચડીએમઆઈ 1.4 પોર્ટ અને એક એસડી કાર્ડ સ્લોટ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે