વિક્રમ લેન્ડર અંગે કે.સિવને આપ્યું નિવેદન, હવે આ મિશન છે ISROની પ્રાથમિકતા
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સાથે સાથે આખા દેશને એક આશા હતી કે ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઈ શકશે. પરંતુ શનિવારે વહેલી સવારે ચંદ્ર પર રાત શરૂ થઈ જતાની સાથે જ આ બધી આશાઓ લગભગ ખતમ થઈ ગઈ.
Trending Photos
નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સાથે સાથે આખા દેશને એક આશા હતી કે ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઈ શકશે. પરંતુ શનિવારે વહેલી સવારે ચંદ્ર પર રાત શરૂ થઈ જતાની સાથે જ આ બધી આશાઓ લગભગ ખતમ થઈ ગઈ. ઈસરોના ચીફ કે.સિવને પણ કહ્યું કે વિક્રમ સાથે સંપર્ક થઈ શક્યો નથી અને હવે ઈસરોનું ધ્યાન ભારતના સ્પેસ મિશન 'ગગનયાન' પર છે. સિવનના આ નિવેદનની સાથે સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે હવે વિક્રમ સાથે સંપર્કની કોઈ શક્યતા નથી.
ISRO Chief K Sivan: Chandrayaan-2 orbiter is doing very well. There are 8 instruments in the orbiter & each instrument is doing exactly what it meant to do.Regarding the lander, we have not been able to establish communication with it. Our next priority is Gaganyaan mission. pic.twitter.com/eHaWL6e5W1
— ANI (@ANI) September 21, 2019
એક દિવસનું જ હતું વિક્રમનું જીવન
અત્રે જણાવવાનું કે લેન્ડરનો જીવનકાળ ચંદ્રના એક દિવસ એટલે કે ધરતીના 14 દિવસ બરાબર છે. 7 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સોફ્ટ લેન્ડિંગમાં અસફળ રહ્યાં બાદ ચંદ્ર પર પડેલા લેન્ડરનો જીવનકાળ શિવારે ખતમ થઈ ગયો કારણ કે 7 સપ્ટેમ્બરથી લઈને 21 સપ્ટેમ્બર સુધી ચંદ્ર પર એક દિવસ પૂરો થયા બાદ શનિવારે વહેલી સવારે ચંદ્ર પર રાત થઈ ગઈ. સિવને પણ હવે ગગનયાનને પ્રાથમિકતા ગણાવતા એ વાતના સંકેત આપ્યા છે કે વિક્રમ સાથે સંપર્કની આશાઓ તૂટી ગઈ છે.
જુઓ LIVE TV
ઓર્બિટર કરી રહ્યું છે પોતાનું કામ
સિવને એમ પણ જણાવ્યું કે ઓર્બિટર પોતાનું કામ કરી રહ્યું છે. તેમાં રહેલા 8 ઉપકરણો પોત પોતાનું કામ બરાબર કરી રહ્યાં છે. તેમણે તસવીરો મોકલવાનું શરૂ કરી દીધુ છે અને વૈજ્ઞાનિકો તેને જોઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ઓર્બિટર પર 8 એડવાન્સ્ડ પેલોડ છે જે ચંદ્રની 3ડી મેપિંગ કરી રહ્યાં છે અને દક્ષિણ ધ્રુવ પર પાણી, બરફ અને મિનરલ્સ શોધી રહ્યાં છે. ઓર્બિટરનો જીવનકાળ એક વર્ષ નિર્ધારીત કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી ઈસરોના વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમાં એટલું વધારે ઈંધણ છે કે તે લગભગ સાત વર્ષ સુધી કામ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે