ટ્રેઇલહોક હવે ભારતભરમાં ડિલીવરી માટે તૈયાર, જાણો કેવા છે ફીચર્સ
Trending Photos
મુંબઇ: વિશ્વમાં સ્પોર્ટ યૂટિલીટી વ્હિકલ્સ(એસયુવી)ની સૌથી મોટી ઉત્પાદક કંપનીની સંપૂર્ણ માલિકીની એફસીએ ઇન્ડિયાએ આજે તાત્કાલિક અસરથી ભારતીય ગ્રાહકોને ભારતમાં ઉત્પાદિત જીપ® કંપાસ ટ્રેઇલહોક ઓલ વ્હીલ ડ્રાઇવ (ડબ્લ્યુડી) એસયુવી ડિલીવર કરવા સજ્જ હોવાની જાહેરાત કરી છે. ટ્રેઇલ રેટેડ ટ્રેઇલહોકની કિંમત રાષ્ટ્રભરમાં રૂ. 26.8 લાખ છે અને દેશભરમાં 82 જેટલા એફસીએ ઓલ બ્રાન્ડ રિટેલ ટચ પોઇન્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ બનશે. જીપ® કંપાસની રેજ રૂ. 15.6 લાખ (ભારત ભરમાં) શરૂ થાય છે.
Xiaomi CC9 અને CC9e smartphone 2 જુલાઇએ થશે લોન્ચ, જાણો શું હશે ખાસિયત
ટ્રેઇલહોકની કિંમત અંગેની જાહેરાત કરતા એફસીએ ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મનેજિંગ ડિરેક્ટર કેવિન ફ્લાયને જણાવ્યું હતું કે, “અમે જીપ ડીએનએમાં ટ્રેઇલહોકમાં ઘણું બધુ ઓફર કરી રહ્યા છીએ, જેની ભારતીય ગ્રાહકો તેની કદર કરશે અને તેનો આનંદ માણશે એવું માનીએ છીએ. અમારી ટ્રેઇલ રેટિંગવાળી ઓલ વ્હીલ ડ્રાઇવ એસયુવી જીપ એસયુવી ધરાવતી હોવા જોઇએ તેવા તમામ ઇનગ્રેડીયન્ટ ધરાવે છે અને વધુમાં શહેરી અને સાહસિકોની ભારતીય ગ્રાહકોની ઇન્ટેલિજન્ટ ડ્રાઇવીંગ સવલતો અને સાધનોનીની મહત્ત્વાકાંક્ષાઓને સંતોષે છે, તેમાં બેસનારની સુરક્ષાને અગ્રિમતા આપે છે અને વૈશ્વિક જીપ સમુદાયને જેનો ગર્વ છે તેવા લાંબા લાઇનેજનો એક ભાગ તમને બનાવે છે.”
ટ્રેઇલહોકના ફિચર્સ
- એન્જિન સ્ટોપ / સ્ટાર્ટ – એ ઇન્ટેલિજન્ટ છે અને ડ્રાઇવરની ગતિ વધારવાની ટેવને તેમજ ટ્રાફિકની સ્થિતિ અપનાવે છે, તેમજ વિવિધ ટ્રાફિક સ્થિતિઓમાં 6 ટકા વધુ સારી ફ્યૂલ કાર્યક્ષમતા આપે છે
- એડવાન્સ્ડ ક્રુઇઝ કંટ્રોલ – સરળ રીતે જ ચોક્કસ ગતિએ લોક થાય છે જેથી ડ્રાઇવર પેડલ પરથી પગ લઇ શકે છે અને આરામથી મુસાફરી કરી શકે છે
- બિલ્ટ-ઇન નેવિગેશન – કેન્દ્રમાં આવેલ કોન્સોલ પર 8.4 ઇંચના યુકનેક્ટ સ્ક્રીન તમારી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે તેમજ મુખ્ય ક્લસ્ટર પર દિશાસુચન પણ કરે છે
- હીલ ડીસન્ટ કંટ્રોલ (એચડીસી) – જ્યારે એસયુવી તીવ્ર ઓફ રોડ ડિક્લાઇન પર હોય ત્યારે ચાલુ થાય છે અને વ્હીકલને પોતાની જાતે જ બ્રેક મારે છે અને વ્હિકલની ગતિને કલાકના 3 કિમી સુધી મર્યાદિત કરે છે.
- જીપ એક્ટિવ ડ્રાઇવ 4x4 લો– ડ્રાઇવટ્રેઇનમાં વધારાનો ગુણોત્તર, જે માર્ગ સિવાયની પરિસ્થિતિને નાથવા માટે વધારાનુ ધ્યાન રાખવામાં સહાય કરે છે.
- ‘રોક મોડ’ ટેરેઇન પસંદગી – ઓટોસ બરફ, કાદવ અને રેતી ઉપરાંત સમાવેશ, માર્ગ સિવાયની ક્ષમતામાં વધારો કરે છે
BS VI અનુસારનું એન્જિન અને 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન
2.0 લિટર, 170HP, 350 Nm ટર્બોડીઝલ એન્જિન વધારાની ટેકનોલોજી ધરાવે છે, જે સંપૂર્ણ રીતે BS VI અનુસારનું છે અને નિયમો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાના એક વર્ષ પહેલાનું છે અને નવા નિયમોને પરિપૂર્ણ કરવા માટે યુરિયા સિસ્ટમનો ઉપયોગ કરે છે. તે BS VI ડીઝલ દેશભરમાં સર્વસ્વીકૃત્ત થયુ ત્યા સુધી BS VI ડીઝલ પર ચાલી શકે તે માટે કાર્યક્ષમ બનાવે છે. ત્યાં સુધી ટ્રેઇલહોકને દેશના સૌથી નિર્જન ભાગમાં ડીઝલની ગુણવત્તાની ચિંતા કર્યા વિના ચલાવી શકાય છે કેમ કે એન્જિનની કોઇ પણ બાહ્ય દરમિયાનગીરી વિના સ્વ-ચોખ્ખાઇ રહે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ટ્રેઇલહોકને શહેરી ટ્રાફિક અને માર્ગ સિવાયના ડ્રાઇવીંગના પડકારો એમ બન્ને માટે ઇષ્ટતમ રીતે તૈયાર કરવામાં આવી છે. તેના તદ્દન નવા 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનને અંતરાયમુક્ત ગિયર ફેરફાર સાથે પ્રગતિકારક ટોર્કી ડ્રાઇવ ડિલીવર કરી શકે તે રીતે ટ્યૂન કરવામાં આવ્યા છે. જ્યારે 1750-2500 આરપીએમ બેન્ડમાં ડ્રાઇવ કરવામાં આવે ત્યારે તેની કામગીરી આકર્ષક હોય છે.
ક્ષમતા અને પરિમાણો
ટ્રેઇલહોકમાં હૂડ પર એન્ટી ગ્લેર ડેકલનો સમાવેશ થાય છે જે સૂર્યને કારણે ડ્રાઇવરની દ્રષ્ટિને વાંકા ચૂંકા કાચા માર્ગો પર નુકસાન પહોંચાડે નહી. તેના આગળના બમ્પર્સની પુનઃડિઝાઇન કરવામાં આવી છે, જે તેને કાચા માર્ગોની સ્થિતિમાં વધુ સક્ષમ બનાવે છે. જ્યારે વોટર વેડીંગની ઊંચાઇ 840 એમએમ સુધી વધી જાય છે ત્યારે આગળના બમ્પર પર આવેલ મોટા એર ડેમ હવાને અંદર ખેંચવાની શ્રમતામાં વધારો કરે છે જેથી શહેરોમાં પાણી ભરાતા વિસ્તારોમાં તેમજ નદીમાં અને કાચા માર્ગો પર આવેલા નાના વહેણામાં સરળતાથી ડ્રાઇવિંગ કરી શકાય છે.
ટ્રેઇલહોક પ્રમાણિત પરંતુ પુનઃટ્યૂન કરવામાં આવી છે અને નિયમિત કંપાસની તુલનામાં ગ્રાઉન્ડથી વધુ ક્લિયરન્સ પર આવેલ ફ્રીક્વન્સી ડેમ્પ્ડ સસ્પેન્શન વધુ ટેકો પૂરો પાડે છે. કંપાસ અને ટ્રેઇલહોક મોનોગ્રામ્સ બાજુમાં અને પાછળના ભાગે આવેલા છે જે મેટ ન્યુટ્રલ ગ્રે કલરના છે અને ગ્રીલ્સમાં આવેલ 7 સ્લોટ્સ પણ મેટ, ન્યૂટ્રલ ગ્રે ફ્રેમ મેળવે છે. ટ્રેઇલહોકમાં રુબી રેડ ટોક હૂક પાછળ આપવામાં આવ્યા છે જે તેનાથી વજનમાં 1.5 ગણા વધુ હોય ત્યારે વ્હિકલને ખેંચવા માટે સક્ષમ બનાવે છે.
3 એમએમ જાડી સ્ટીલની બનેલી સ્કીડ પ્લેટ ટ્રેઇલહોકના બોડીની અંદરના ભાગો જેમ કે તેના એન્જિન, ટ્રાન્સમિશન, યુરિયા ટેન્ક અને ફ્યૂઅલ લાઇન્સને રક્ષણ પૂરું પાડે છે. આ ખાસ એસયુવી તદ્દન નવા ટાયર્સ, દરેક ભૂપ્રદેશને માફક એવા ટાયર્સ પર બાજુની દિવાલથી વધુ સારુ રક્ષણ કરે છે અને કાચા અને પાકા માર્ગો પર વધુ સારા ધ્યાન માટે વધારાની પક્કડ ધરાવે છે.
આરામ, સુગમતા અને સુરક્ષા
ટ્રેઇલહોકને કાળી ચામડાની સિટથી સજ્જ કરવામાં આવી છે જેમાં જરૂરી લાલ ટાંકા છે, જે સ્ટિયરીંગ વ્હીલ પર પણ દેખાય છે. ઇન્ટેરિયર કોમ્પ્લીમેન્ટની વિવિધ ધરી પર લાલ ટચ અને મોટા, અદભુત પેનોરમિક સનરુફ ઉપરાંત વિપુલતામાં વધારો કરે છે. ગ્રાહકોની પસંદગીમાં આવતો ન હોય તો આ વિકલ્પને કાઢી નાખી શકે છે. મેટ ન્યુટ્રલ ગ્રે ટચ કેબિનની કલાત્મકતામાં વધારો કરે છે.
ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં સેન્ટર ડીસ્પ્લેને હવે 7 ઇંચના સ્ક્રીન જેટલો વધુ મોટો બનાવવામાં આવ્યો છે, જે એક જ બટન દબાવતા વ્હિકલની અનેક પ્રકારની માહિતી જેમ કે દિશાત્મક સુચન, એન્જિનનું તાપમાન, એન્જિન ઓઇલ અને ટ્રાન્સમિશન ઓઇલ અને યુરિયા ટેન્કનું સ્તર અને અન્ય માહિતી જેમ કે માઇલેજ, રેડીયો ફ્રીક્વન્સી, ગિયર સિલેક્ટ વગેરેનો સમાવેશ કરે છે. સ્ટિયરીંગ વ્હીલ જમણી બાજુએ ક્રુઇસ કંટ્રોલ સેટ્ટીંગ્સ ધરાવે છે અને ડાબી બાજુએ આવેલ બટન રેડીયો, મીડિયા, આબોહવા અને દિશાના વોઇસ એક્ટીવેટેડ કંટ્રોલને સક્ષમ કરી શકે છે.
ટ્રેઇલહોક સમગ્ર જીપ કંપાસ રેન્જની જેમ જ 50થી વધુ સુરક્ષા અને સલામતી ફીચર્સ ધરાવે છે. ટ્રિલહોક ખાસ કરીને છ એરબેગ સાથે ઓફર કરવામાં આવે છે, જેમાં બાજુની આખી કર્ટેન એરબેગ્સનો પણ સમાવેશ થાય છે, જે પાછળ બેસતી વ્યક્તિઓને માથાને થતી ઇજા સામે રક્ષણ પૂરું પાડે છે. રોલ ઓવર મિટીગેશન એ ટ્રિલહોકમાં આવેલ ઇન્ટેલિજન્ટ સુરક્ષા લક્ષણ છે જે એસયુએવી કોઇ પણ કોઇપણ બાજુએ વધુ પડતું નમે છે તે ગ્રહણ કરે છે અને સાહજિક રીતે જ બાજુને એરબેગ્સને કાર્યરત કરે છે અને રોલ ઓવર પરિસ્થિતિમાં તેમાં બેસનારાઓનું રક્ષણ કરે છે. ટ્રેઇલહોકમાં સ્પીડ વોર્નિંગ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે, જે સુરક્ષાના નવા ધોરણો અનુસારની છે, જે આગામી મહિનાથી અસરમાં આવનાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે