Jio એ ચુપચાપ લોન્ચ કર્યો નવો પ્લાન! 13 OTT એપ્સ સબ્સક્રિપ્શન, દરરોજ 2GB ડેટા સહિત મળશે આ ફાયદા
જિયો તરફથી તાજેતરમાં એક નવો પ્લાન 448 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાન 13 ઓટીટી એપ્સ સબ્સક્રિપ્શનની સાથે આવે છે. પરંતુ 449 રૂપિયાવાળા પ્લાનના મુકાબલે 448 રૂપિયાવાળો પ્લાન કેવો રહેશે? આવો જાણીએ.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તરફથી એક નવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાન 448 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં 13થી વધુ પોપુલર OTT એપ્સનું સબ્સક્રિપ્શન મળે છે. સાથે જિયો ટીવી પ્રીમિયમ બંડલ પ્લાનની સાથે આવે છે. જિયોનો 448 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.
જિયોના 448 રૂપિયાવાળા પ્લાનના ફાયદા?
આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 SMS ની સુવિધા મળે છે. આ સિવાય ઓટીટી સબ્સક્રિપ્શન અને JioTV ની મજા માણી શકશો.
ફ્રી મળશે આ ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન
જિયોના 448 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને SonyLIV, ZEE5, JioCinema, Lionsgate Play, Discovery+, SunNXT, Kanchha Lannka, Planet Marathi, Hoichoi, Chaupal અને FanCode જેવી ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન મળશે. સાથે યૂઝર્સ JioCloud ની સુવિધાનો લાભ લઈ શકશે.
ઈન્ટરનેટ ડેટા ઓફર
આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે અનલિમિટેડ 5G ઈન્ટરનેટ ડેટા આપવામાં આવશે. પરંતુ પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસની છે. તેવામાં વેલિડિટીની દ્રષ્ટિએ આ મોંઘો પ્લાન છે. પરંતુ જો તમે અલગ-અલગ ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન લો છો તો તેવામાં તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. સાથે યૂઝર્સ જિયોસિનેમા પ્રીમિયમ મેમ્બરશિપ ફ્રીમાં હાસિલ કરી શકે છે.
Jio 449 રૂપિયાનો પ્લાન
Jio તરફથી 449 રૂપિયાનો રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવે છે. આ રિચાર્જ પ્લાન 448 રૂપિયાના પ્લાન કરતાં એક રૂપિયા વધુ ખર્ચે છે. જો આપણે ફાયદા વિશે વાત કરીએ, તો Jioના રૂ. 449ના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. ઉપરાંત, આ પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા આપવામાં આવે છે. જો કે, તમને કુલ 28 GB વધુ ડેટા અને ઇન્ટરનેટ મળે છે. પરંતુ બીજી તરફ, તમને આ પ્લાનમાં કોઈપણ OTT એપ્સનું સબસ્ક્રિપ્શન મળતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે