Jio ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરશે 5G Phone, પહેલાંથી માર્કેટમાં ઉપલબ્ધ છે સસ્તો 4G Phone

Jio 5G Phone ની કિંમતની વાત કરીએ તો કેટલાક લીક્સ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની સંભવિત કિંમત 12000 રૂપિયા હોઇ શકે છે, જ્યારે કેટલીક અફવાઓ પર ધ્યાન આપીએ તો અપકમિંગ 5G મોબાઇલ 2500 રૂપિયામાં એન્ટ્રી કરી શકે છે. 

Jio ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરશે 5G Phone, પહેલાંથી માર્કેટમાં ઉપલબ્ધ છે સસ્તો 4G Phone

Jio 5G Phone ની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કંપની જલદી જ આ ડિવાઇસને લોન્ચ કરશે, જેની તૈયારી શરૂ થઇ ચૂકી છે. જોકે ટેલીકોમ જગતની દિગ્ગજ કંપની પહેલાં જ કન્ફોર્મ કરી ચૂકી છે કે તે 5G ફોન તૈયાર કરી રહી છે, પરંતુ અત્યાર સુધી લોન્ચિંગ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. આ પહેલાં રિલાયન્સ જિયો ગૂગલ સાથે મળીને એક ફોન તૈયારી કરી ચૂકી છે, જેને કંપનીએ ભારતના એક વ્યાજબી સ્માર્ટફોનના રૂપમાં શોકેઝ કરી ચૂકી છે. હવે ભારત 5G માટે તૈયાર છે અને જલદી જ આ સર્વિસની જાહેરાત થશે. 

ઘણા લીક્સ રિપોર્ટ્સ અનુસાર આ ફોન આ વર્ષના અંત સુધી ભારતમાં એન્ટ્રી કરી શકે છે. જોકે અત્યાર સુધી એ વાતને ખુલાસો કરવામાં આવ્યો નથી કે આ એક સ્માર્ટફોન હશે કે પછી ફીચર્સ ફોન જેવો જ હશે. જોકે રિલાયન્સ જિયોના બે 4G મોબાઇલ હાજર છે, જેમાંથી એક કીપેડવાળો અને બીજો ટચ સ્ક્રીન ફોન છે. 

Jio 5G Phone Price
Jio 5G Phone ની કિંમતની વાત કરીએ તો કેટલાક લીક્સ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની સંભવિત કિંમત 12000 રૂપિયા હોઇ શકે છે, જ્યારે કેટલીક અફવાઓ પર ધ્યાન આપીએ તો અપકમિંગ 5G મોબાઇલ 2500 રૂપિયામાં એન્ટ્રી કરી શકે છે, જેના પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે. હાં 5G સ્માર્ટફોનની ડાઉનપેમેન્ટ જરૂર 2500 રૂપિયા હોઇ શકે છે. 

Jio 5G Phone Plans Benefits
Jio 5G Phone ની સાથે કંપની રિચાર્જ બંડલમાં કેટલાક ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગના બેનિફિટ્સ મળશે. જોકે તેની કિંમત શું હશે, તેના વિશે હજુ સુધી કોઇ જાણકારી સામે આવી નથી, પરંતુ એટલું જરૂરી છે કે 4જી ની તુલનામાં નવા 5જી પ્લાનની કિંમત વધુ હશે. 

Jio 5G Phone Feature And Specifications
Jio 5G Phone ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 6.5 ઇંચની એચડી પ્લસ આઇપીએસ એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જેનું રિઝોલ્યૂશન 600×720 પિક્સલમાં હોઇ શકે છે. ફોન સ્નૈપડ્રેગન 480 ચિપસેટની સાથે દસ્તક દેશે, જેમાં 4જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news