ફેમેલી માટે જિયોનો દમદાર પ્લાન, કોલિંગ અને ડેટા સાથે હોટસ્ટાર, એમેઝોન વીડિયો અને નેટફ્લિક્સ ફ્રી

રિલાયન્સ જિયો યૂઝર્સને શાનદાર ફેમેલી પોસ્ટપેડ પ્લાન્સ ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં કંપની નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આવો જાણીએ વિગત...

ફેમેલી માટે જિયોનો દમદાર પ્લાન, કોલિંગ અને ડેટા સાથે હોટસ્ટાર, એમેઝોન વીડિયો અને નેટફ્લિક્સ ફ્રી

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને તમામ કેટેગરીમાં બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે. કંપનીના પોસ્ટપેડ પ્લાન પણ તેમાં સામેલ છે. કંપનીના પોર્ટફોલિયોમાં યૂઝર્સ અને તેના પરિવાર માટે કેટલાક શાનદાર પોસ્ટપેડ પ્લાન છે. આ પ્લાનમાં ડેટા અને ફ્રી કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. 500 જીબી સુધીના ડેટા રોલઓવરવાળા આ પ્લાનમાં નેટફ્લિક્સની સાથે એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

જિયોનો 999 રૂપિયાવાળો પ્લાન
કંપનીના આ પ્લાનમાં પ્રાઇમરી કનેક્શનની સાથે ત્રણ એડિશનલ સિમ કાર્ડ આપી રહી છે. આ પ્લાનમાં તમને પૂરી બિલ સાઇકલ માટે ટોટલ 200જીબી ડેટા મળશે. ડેટા લિમિટ ખતમ થયા બાદ ઇન્ટરનેટ યૂઝ કરવા માટે તમારે પ્રતિ જીબી 10 રૂપિયા ખર્ચ કરવા પડશે. 500 જીબી ડેટા રોલઓવરવાળા આ પ્લાનમાં તમને અને એડિશનલ મેમ્બર્સને દરરોજ 100 ફ્રી એસએમએસ અને દેશભરમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. પ્લાનમાં મળનાર વધારાના બેનિફિટ્સમાં નેટફ્લિક્લ, એમેઝોન પ્રાઇમ વીડિયો અને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે. 

જિયોનો 799 રૂપિયાવાળો પ્લાન
કંપનીના આ પ્લાનમાં ઇન્ટરનેટ યૂઝ કરવા માટે ટોટલ 150જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં પણ ડેટા લિમિટ ખતમ થયા બાદ તમારે 1 જીબી માટે 10 રૂપિયા આપવા પડશે. પ્લાન 2 એડિશનલ સિમકાર્ડ સાથે આવે છે. કંપની આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપી રહી છે. 200જીબી સુધી ડેટા રોલઓવરથી લેસ આ પ્લાનમાં એમેઝોન પ્રાઇમ વીડિયોની સાથે ડિઝ્ની+હોટસ્ટાર અને નેટફ્લિક્સનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે. 

જિયોનો 599 રૂપિયાવાળો પ્લાન
કંપનીના આ પ્લાનમાં પ્રાઇમરી સિમની સાથે એક એડિશનલ સિમ મળી રહ્યું છે. આ પ્લાન 100જીબી ડેટા અને 200જીબી સુધીના રોલઓવર ડેટાની સાથે આવે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ આ પ્લાનમાં તમારે 1 જીબી ડેટા માટે 10 રૂપિયા ચુકવવા પડશે. પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે. બાકી પ્લાનની જેમ આ પ્લાનમાં પણ હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સનું એક્સેસ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news