કાળઝાળ ગરમીમાં પાણીની મોકાણ! સ્માર્ટ સિટી સુરતમાં લોકો છેલ્લા 30 દિવસથી પીવાના પાણીથી વંચિત

સુરત મહાનગરપાલિકા શહેરીજનોને તમામ સુવિધાઓ પૂરી પાડવાનાં દાવા કરતી હોય છે પરંતુ સુરત સ્માર્ટ સિટીમાં જ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.જી હા સુરત શહેરના ભેસ્તાન હૈદરી નગરના રહિશો એક મહિનાથી પીવાના પાણીથી વંચિત છે. 

કાળઝાળ ગરમીમાં પાણીની મોકાણ! સ્માર્ટ સિટી સુરતમાં લોકો છેલ્લા 30 દિવસથી પીવાના પાણીથી વંચિત

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ભર ઉનાળામાં પીવાનાં પાણીની બૂમો ઉટી છે. ઉન વિસ્તારનાં રહીશો છેલ્લા એક મહિનાથી પીવાનું પાણીની નહિ મળતા વિરોધ નોંધાઈ રહ્યા છે. હેદરી નગરના રહિશોને પીવાનું પાણી નહીં મળતા ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક રહીશોએ પાણીના માટલા ફોડી વિરોધ નોંધાયો છે. મનપાને અનેકો વખતો રજુવાત કરવા છતાં કોઈ કાર્યવાહિ નહિ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકા શહેરીજનોને તમામ સુવિધાઓ પૂરી પાડવાનાં દાવા કરતી હોય છે પરંતુ સુરત સ્માર્ટ સિટીમાં જ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.જી હા સુરત શહેરના ભેસ્તાન હૈદરી નગરના રહિશો એક મહિનાથી પીવાના પાણીથી વંચિત છે. 

છેલ્લા એક મહિનાથી તેઓના વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના પીવાનું પાણી આવતું જ નથી અનેકો વખત મહાનગરપાલિકાને રજૂઆતો કરી તે છતાં કોઈ પણ અધિકારીઓ ફરિયાદનો નિવારણ લાવતા નથી. સ્થાનિકો બાજુની સોસાયટી માંથી પીવાનું પાણી લેવા મજબૂર બન્યા છે. રોષે ભરાયેલા લોકોએ પોતાના વિસ્તારમાં જ પીવાના પાણીના માટલા ફોડી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે.

મહત્વની વાત એ છે કે સુરત મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી અને સ્વચ્છતા માં પ્રથમ ક્રમ મેળવ્યો છે.ત્યારે આ સ્માર્ટ સિટીમાં જાહેર જનતાને પ્રાથમિક સુવિધા જ મળતી નથી. લોકોના વિરોધ પરથી ચોક્કસ પણે કહી શકાય છે. છેલ્લા એક મહિનાથી આ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તંત્રને રજૂઆત કરવા છતાં પણ આજ દિલ સુધી તેઓની ફરિયાદનું કોઈ નિવારણ આવ્યું નથી. જ્યારે લોકો વહેલી તકે પીવાના પાણીનું સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news