Paytm વડે ગેસ સિલિન્ડર બુક કરશો તો મળશે તગડું Cashback, જાણો બુકિંગની પ્રોસેસ

LPG cylinder Cashback Offer: જો તમે ઓનલાઇન એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવા જઇ રહ્યા છો તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે.એ એક એપ છે જ્યાં ગેસ બુકિંગ પર કેશબેક આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ ડિટેલમાં... 

Paytm વડે ગેસ સિલિન્ડર બુક કરશો તો મળશે તગડું Cashback, જાણો બુકિંગની પ્રોસેસ

Cashback Offer Paytm: Paytm સમયાંતરે નવી ઓફર્સ પોતાના યૂઝર્સ માટે લાવે છે. હવે પેટીએમ Bharatgas, Indane અને  HP Gas ના LPG સિલિન્ડર બુકિંગ પર યૂઝર્સને કેશબેક આપી રહ્યા છે. આ ઓફરે લોકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પહેલા ગેસ સિલિન્ડર બુકિંગ પર 15 રૂપિયાનું કેશબેક આપી રહ્યા છે અને તો બીજી તરફ પેટીએમ વોલેટ દ્વારા બુકિંગ કરશો તો 50 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમ દ્વારા યૂઝર્સ બુકિંગને ટ્રેક કરી શકશો. 

Paytm એ 29 નવેમ્બર એટલે કે મંગળવારે યૂઝર્સ માટે નવી કેશબેક ઓફરની જાહેરાત કરી છે. LPG Cylinder બુક કરનારાઓ માટે આ શાનદાર ઓફર છે. જો પેટીએમ પર નવા યૂઝર છો તો 15 રૂપિયા કેશબેક મેળવવા માટે યૂઝરને 'FIRSTGAS' કોડનો ઉપયોગ કરવો પડશે. તો બીજી તરફ તમે Paytm વોલેટનો ઉપયોગ કરશોતો બુકિંગ કરતાં 50 રૂપિયાનું કેશબેક ત્યારે મળશે જ્યારે યૂઝર 'WALLET50GAS' કોડનો ઉપયોગ કરશે. પેટીએમ યૂઝર્સને રજિસ્ટર્ડ ફોન નંબર અને એડીશનલ ચાર્જીસ પર ગેસ રિફિલ બુક કરવાની પરવાનગી આપે છે. ટ્રેકિંગ દ્વારા તમે જોઇ શકો છો કે તમે ક્યારે બુકિંગ કર્યું છે અને ક્યાં સુધી સિલિન્ડર ડિલીવર થશે. પેટીએમ પર આ પુરી પ્રક્રિયા બતાવશે.

પ્રથમ બુકિંગ થતાં જ તે તમારા એલપીજી કનેક્શનની ડિટેલ્સ સેવ કરી લેશે. જો તમે બીજીવાર બુકિંગ પર જશો તો વારંવાર એલપીજી આઇડી નાખવાની જરૂર નહી પડે. આવો તમને જણાવીએ કે પેટીએમ બુકિંગ કરવાની સમગ્ર પ્રોસેસ... 

Paytm વડે LPG Cylinder કેવી રીતે કરશો બુક? 
Step 1: Paytm ઓપન કરો અને રિચાર્જ અને બિલ ચૂકવણી કેટેગરી અંતગર્ત 'Book Gas Cylinder' ટેબ પર જાવ. 
Step 2: હવે એલપીજી સિલિન્ડર સર્વિસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો અને પછી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર/17 આંકડાની એલપીજી આઇડી/ગ્રાહક નંબર એન્ટર કરો.
Step 3: ચૂકવણી કરવા માટે પોતાની બુકિંગ સાથે આગળ વધો. તમે પેમેન્ટની કોઇપણ મનપસંદ રીત જેમકે પેટીએમ વોલેટ, પેટીમ યૂપીઆઇ, કાર્ડ અને નેટ બેકિંગના માધ્યમથી ચૂકવણી કરી શકો છો. 
Step 4: પેમેન્ટ કર્યા બાદ તમારું બુકિંગ કન્ફોર્મ થઇ જશે. ત્યારબાદ જણાવવામાં આવશે કે સિલિન્ડર 2 થી 3 દિવસમાં ડિલીવર થઇ જશે. 

પેટીએમના પ્રવકતાએ જણાવ્યું હતું કે “ અમે જે સર્વિસિસ ઓફર કરી રહયા છીએ તેમાં એલપીજી સિલીન્ડર બુકીંગ એક મહત્વની સર્વિસ હોવાથી ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પાયોનિયર તરીકે  અમે પેટીએમ એપ્પ પર બુકીંગની સુગમતા પૂરી પાડી રહયા છીએ અમે પેટીએમ વૉલેટ, પેટીએમ યુપીઆઈ  પોસ્ટ પોઈડ તથા અન્ય સવલતો મારફતે ચૂકવણીમાં પણ સુગમતા પૂરી પાડી રહયા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news