દૂર થશે પ્રતિબંધ અને ફરી બનાવી શકશો TikTok વીડિયો, પરંતુ....

મદ્રાસ હાઈકોર્ટે આ મામલામાં અંતિમ નિર્ણય 24 એપ્રિલ સુધી લેવાનો છે. જો હાઈકોર્ટ આવતીકાલ સુધી પોતાનો નિર્ણય નહીં કરે તો સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ પરત લેવાની ચેતવણી આપી છે. 

દૂર થશે પ્રતિબંધ અને ફરી બનાવી શકશો TikTok વીડિયો, પરંતુ....

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટને સોમવારે કહ્યું કે, TikTok પર પ્રતિબંધ મામલામાં અંતિમ નિર્ણય 24 એપ્રિલ સુધી કરે. જો તેમ ન થાય તો મોબાઇલ એપ્લીકેશન પર પ્રતિબંધનો નિર્ણય સમાપ્ત થઈ જશે અને લોકો ફરી ટિકટોકનો ઉપયોગ કરી શકશે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ સંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચ કરી રહી છે. ચીફ જસ્ટિસ સિવાય આ બેન્ચમાં જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્ના છે. 

મદ્રાસ હાઈકોર્ટે 3 એપ્રિલે  TikTok એપ પર તે માટે પ્રતિબંધ લગાવી દીધો હતો કારણ કે તેનું માનવું હતું કે તેનાથી બાળકો પર ખરાબ અસર પડશે. ચીની કંપનીએ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો અને તાત્કાલિક રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. તે દિવસ સુપ્રીમ કોર્ટે મામલાની આગામી સુનાવણી 22 એપ્રિલે રાખી હતી. આગામી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે આ બાબતે છેલ્લો નિર્ણય લેવાનું કહ્યું અને તત્કાલ રાહત આપવાનો ફરી ઈનકાર કરી દીધો હતો. આ મામલાની આગામી સુનાવણી હવે 24 એપ્રિલે થશે. 

મહત્વનું છે કે, મદ્રાસ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપતા ટિક ટોકે કહ્યું કે, જે સમસ્યાનો તે સામનો કરી રહ્યું છે, તે બીજા સોશિયલ મીડિયા મંચોની સાથે છે. પરંતુ TikTok વિરુદ્ધ પસંદગીની કાર્યવાહી સંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટેના ગત આદેશ બાદ ગૂગલ અને એપ્પલને કહ્યું હતું કે, તે પોતાના એપ સ્ટોરમાંથી તેને હટાવી દે. સરકારના કહ્યાં બાદ હવે તે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી. પરંતુ જેના મોબાઇલમાં તે પહેલાથી છે, તે તેનો આરામથી ઉપયોગ કરી શકે છે. 

ટિકટોક (TikTok) એક વીડિયો કન્ટેન્ટ એપ્લીકેશન છે. તેની લોકપ્રિયતાનો અંદાજ તે વાતથી લગાવી શકાય છે કે, આ એપ વિશ્વની ત્રીજી સૌથી વધુ ઇંસ્ટોલ કરનારી મોબાઇલ એપ્લીકેશન છે. માત્ર માર્ચના મહિનામાં વિશ્વ ભરમાં 18.8 કરોડ લોકોએ આ એપને ડાઉનલોડ કરી હતી. વિશ્વમાં 50 કરોડથી વધુ લોકો આ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news