Alto 800 અને Alto K10 માંથી કઇ ખરીદશો? જાણો કિંમત અને ફીચર્સનું અંતર

Alto 800 Vs Alto K10: મારૂતિ સુઝુકીની અલ્ટો રેંજમાં બે મોડલ-Alto 800 અને Alto K10 વેચવામાં આવે છે. આ બંનેને લઇને ઘણા લોકો કંફ્યૂઝ હોઇ શકે છે આખરે તેમના માટે બંનેમાંથી કઇ કાર બેસ્ટ રહેશે. 
 

Alto 800 અને Alto K10 માંથી કઇ ખરીદશો? જાણો કિંમત અને ફીચર્સનું અંતર

Alto 800 Vs Alto K10 Price & Features: Alto 800 Vs Alto K10: મારૂતિ સુઝુકીની અલ્ટો રેંજમાં બે મોડલ-Alto 800 અને Alto K10 વેચવામાં આવે છે. આ બંનેને લઇને ઘણા લોકો કંફ્યૂઝ હોઇ શકે છે આખરે તેમના માટે બંનેમાંથી કઇ કાર બેસ્ટ રહેશે. એટલા માટે આજે અમે તમને બા બંને કારની તુલના કરવાના છીએ. અમે તેમની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે તમને જણાવીશું, જેનાથી તમે પોતે સમજી શકશો કે તમારા માટે કઇ કાર વધુ સારી રહેશે. 

Alto 800 અને Alto K10 નું એન્જીન
Alto 800 માં બીએસ6 નોર્મ્સવાળું 0.8 લીટર, 3- સીલીન્ડર પેટ્રોલ એન્જીન આવે છે. આ એન્જીન 48 પીએસ પાવર અને 69 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેનું સીએનજી વર્જન પણ આવે છે. સીએનજી મોડ પર આ 41 પીએસ પાવર અને 60 એનએમ ટોર્ક જનરેટ આપે છે. તેમાં 5-સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન (એમટી) મળે છે. 

Alto K10 ની વાત કરીએ તો તેમાં 1.0 લીટર પેટ્રોલ એન્જીન આવે છે. આ એન્જીન 67 પીએસ પાવર અને 89 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ (સ્ટાર્ડડ) અને એએમટી ગિયરબોક્સ (ઓપ્શનલ) મળે છે. પરંતુ હાલ સીએનજી વર્જન આવતું નથી. 

Alto 800 અને Alto K10 ના ફીચર્સ
Alto K10 ફીચર્સના મામલે Alto 800 કરતાં આગળ છે. તેમાં અલ્ટો 800 વાળા ફીચર્સ તો મળે જ છે, સાથે જ ઘણા બીજા ફીચર્સ પણ મળે છે, જેમ કે સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ્સ, ડિજિટાઇઝ્ડ ઇંસ્ટ્રૂમેંટ ક્લસ્ટર અને પાવર એડજસ્ટેબલ ઓઆરવીએમ્સ વગેરે.

Alto 800 અને Alto K10 ની કિંમત
Alto 800 ની કિંમત 3.39 લાખ રૂપિયાથી શરૂ થઇને 5.03 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધી જાય છે. તો બીજી તરફ Alto K10 ની કિંમત 3.99 લાખ રૂપિયાથી માંડીને 5.84 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) સુધી જાય છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news