સુરત : #YOUTH4MODI પરથી પીએમ મોદીને પૂછી શકશો સવાલ

 2019ની તૈયારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી દીધી છે, ત્યારે સુરતથી તેઓ એક રીતે જોઈએ તો ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેવું કહી શકાય છે. આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નયા ભારત મુદ્દે 10 હજારથી વધુ પ્રોફેશનલો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરશે. અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર ઇન્દોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવશે. શહેરના ડોકટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહેશે. જોકે કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કાર્યક્રમને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સુરતના કલેક્ટરે ઇન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. 
સુરત : #YOUTH4MODI પરથી પીએમ મોદીને પૂછી શકશો સવાલ

તેજસ મોદી/સુરત : 2019ની તૈયારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી દીધી છે, ત્યારે સુરતથી તેઓ એક રીતે જોઈએ તો ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેવું કહી શકાય છે. આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નયા ભારત મુદ્દે 10 હજારથી વધુ પ્રોફેશનલો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરશે. અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર ઇન્દોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવશે. શહેરના ડોકટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહેશે. જોકે કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કાર્યક્રમને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સુરતના કલેક્ટરે ઇન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. 

આગામી 30 જાન્યુઆરીએ સુરતમાં નરેન્દ્ર મોદીનો મેગા શો યોજાવાનો છે. સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદી અમેરિકાના મેડિસન સ્કવેર ગાર્ડનની થીમ પર સંબોધન કરશે. 30 જાન્યુઆરીએ સાંજે સાડા પાંચ કલાકે આયોજીત આ કાર્યક્રમમાં મોદી સુરતના 15 હજાર પ્રોફેશનલને સંબોધશે. મેડિસન સ્કવેરની માફક સુરતમાં પણ મોદી રિવોલ્વિંગ સ્ટેજથી ભાષણ આપશે. તેમણે 2014માં અમેરિકાના પ્રવાસ વખતે મેડિસન સ્કવેર ગાર્ડનમાં હાજર મોટી મેદનીને સંબોધન કર્યુ હતું. સુરતમાં તેમના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર આ કાર્યક્રમ માટે અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે.

સુરતમાં PM મોદીની હાજરીમાં યોજાનારી ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવની પહેલી તસવીર સામે આવી છે. કોન્કલેવમાં ભાગ લેવા માટે યુવા વ્યવસાયિકોમાં દોડધામ મચી ગઈ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી તમામને રૂબરૂ મળી શકે તેવું આયોજન કરાયું છે. ન્યૂ ઈન્ડિયા યૂથ કોન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યૂથના સવાલોના જવાબ આપશે. #YOUTH4MODI અને NEWINDIAYOUTHCONCLAVE.COM પરથી પ્રધાનમંત્રીને સવાલ પૂછી શકાશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૨૯મી જાન્યુઆરીએ અગિયાર વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન પરીક્ષા અંગે  વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરવાના છે. ત્યારે આ કાર્યક્રમને નિહાળવા માટે જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સદસ્યોને આદેશ અપાયા છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવા માટે વડાપ્રધાન દ્વારા આ કાર્યક્રમમાં પ્રોત્સાહન આપવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news