5.33 લાખની આ 7 સીટર કારનું કેમ થઈ રહ્યું છે ધૂમ વેચાણ? જાણો આ 5 મોટા કારણ

જો તમે પર્સનલ યૂઝ ઉપરાંત તમારા બિઝનેસના ગ્રોથ માટે પણ એક એવી કારની શોધમાં હોવ કે જેમાં 7 લોકોની બેસવાની જગ્યા હોય અને સસ્તી પણ હોય તો તમારા માટે મારુતિની આ કાર સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 

5.33 લાખની આ 7 સીટર કારનું કેમ થઈ રહ્યું છે ધૂમ વેચાણ? જાણો આ 5 મોટા કારણ

Cheapest 7 Seater car: પરિવાર મોટો હોય તો ગાડી પણ મોટી જોઈએ. પરંતુ મોટી ગાડી લેવા જઈએ તો બજેટ પણ વધી જાય તો કરવું શું? દેશમાં મારુતિ સુઝૂકીની કાર વધુ વેચાય છે. મારુતિ પાસે એક એવી પણ કાર છે જેનું દર મહિને શાનદાર વેચાણ થાય છે. આ કારની ખાસ વાત એ છે કે ટોપ 10 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં પણ તે સામેલ છે. કાર બજેટ કાર છે અને  પાછી 7 સીટર કાર છે એટલે મોટો પરિવાર હોય તો પણ વાંધો આવતો નથી. આ કાર પેટ્રોલ અને સીએનજી એમ બંને વિકલ્પમાં આવે છે. જાણો તેના વિશે. 

વેચાણમાં પણ શાનદાર
વેચાણની વાત કરીએ તો જુલાઈ મહિનામાં મારુતિની આ સસ્તી 7 સીટર કાર ઈકોના 11,916 યુનિટ વેચાયા. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં તેના 12,037 યુનિટ વેચાયા હતા. દર મહિને ઈકોનું 10,000 થી વધુ યુનિટ્સનું વેચાણ થાય છે. એવા કેટલાક કારણો વિશે જાણો કે ગ્રાહકો આ ગાડી ખરીદવાનું આખરે કેમ પસંદ કરે છે. 

1. ભરોસાપાત્ર એન્જિન
મારુતિ સુઝૂકીની Eeco માં 1.2L લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે. જે 80.76 PSનો પાવર અને 104.4 Nm નો ટોર્ક જનરેટ કરે છે. માઈલેજની વાત કરીએ તો પેટ્રોલ મોડ પર ઈકો 20 kmpl ની માઈલેજ ઓફર કરે છે. જ્યારે CNG મોડ પર તે 27 km/kg ની માઈલેજ આપે છે. આ એક ભરોસાપાત્ર એન્જિન છે જે ઘણા વર્ષોથી ઈકોને પાવર આપી રહ્યું છે. દરેક ઋતુમાં આ એન્જિન સારું પરફોર્મન્સ આપે છે અને બ્રેક ડાઉનનો શિકાર પણ થતું નથી. 

2. સારી સ્પેસ
મારુતિ સુઝૂકી ઈકોમાં સ્પેસની કોઈ કમી નથી. તેમાં 7 લોકોના બેસવાની જગ્યા છે. સારા ડાઈમેન્શનના કારણે આ શક્ય બની શક્યું છે. તેની બીજી અને ત્રીજી હરોળમાં સારી સ્પેસ મળી જશે. સારી સ્પેસ હોવાના કારણે સામાન પણ રાખી શકાય છે. 

3. પર્સનલ અને નાના બિઝનેસ માટે બેસ્ટ વિકલ્પ
Maruti Eeco નો તમે પર્સનલ અને બિઝનેસ માટે પણ સરળતાથી ઉપયોગ કરી શકો છો. તેમાં લાગેલા હેવી સસ્પેન્શન ખરાબ રસ્તા પર તમને સરળતાથી નીકળવામાં મદદ કરે છે. લાંબા અંતર પર આ કાર સારી રીતે કામ કરી શકે છે. 

4. બજેટ કાર
મારુતિ સુઝૂકી ઈકોના બેસ્ટ વેરિએન્ટની કિંમત 5.29 લાખ રૂપિયા છે જ્યારે તેના ટોપ મોડલની કિંમત 8.32 લાખ રૂપિયા સુધી જાય છે. ઈકોમાં તમને 5 સીટર, 7 સીટર અને કાર્ગોના વિકલ્પ મળે છે જેવી તમારી જરૂરિયાત એવા મોડલની તમે પસંદગી કરી શકો છો. 

5. સેફ્ટી ફીચર
ઈકોમાં 11થી વધુ સેફ્ટી ફીચર્સ મળે છે. તેમાં ચાઈલ્ડ લોક, સ્લાઈડિંગ ડોર્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD, ડ્રાઈવર અને પેસેન્જર સાઈડ એરબેગ અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ ખાસ બની રહે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news