Jimny vs Thar Price: કિંમતના મામલે કોણે મારી બાજી, અહીં જુઓ દરેક વેરિઅન્ટની પ્રાઈસ

Maruti Jimny Price: મારુતિ જિમ્ની સીધી Mahindra Thar નો મુકાબલો કરી રહી છે. આવી સ્થિતિમાં, ઘણા ગ્રાહકો આ બંનેની કિંમત વચ્ચેનો તફાવત સમજવા માંગે છે. અહીં અમે તમારા માટે મારુતિ જિમ્ની અને મહિન્દ્રા થારના તમામ વેરિયન્ટ્સનુ પ્રાઈસ લીસ્ટ લઈને આવ્યા છીએ.

Jimny vs Thar Price: કિંમતના મામલે કોણે મારી બાજી, અહીં જુઓ દરેક વેરિઅન્ટની પ્રાઈસ

Jimny vs Thar: મારુતિ સુઝુકીએ આખરે ભારતીય બજારમાં તેની લાઈફસ્ટાઈલ એસયુવી મારુતિ જીમ્ની 5-ડોર લોન્ચ કરી છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 12.74 લાખ રૂપિયા રાખી છે. તેને ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ SUVને 30 હજારથી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. મારુતિ જિમ્ની અને મહિન્દ્રા થારનો સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ઘણા ગ્રાહકો આ બંનેની કિંમત વચ્ચેનો તફાવત સમજવા માંગે છે. અહીં અમે તમારા માટે મારુતિ જિમ્ની અને મહિન્દ્રા થારના તમામ વેરિયન્ટ્સનુ પ્રાઈસ લીસ્ટ લઈને આવ્યા છીએ.

મારુતિ સુઝુકી જિમ્ની કુલ 6 ટ્રીમ વિકલ્પોમાં ઉપલબ્ધ છે - Zeta MT, Alpha MT, Alpha MT ડ્યુઅલ-ટોન, Zeta AT, Alpha AT, અને Alpha AT ડ્યુઅલ-ટોન. ખાસ વાત એ છે કે કંપનીએ તેને માત્ર 4X4 કન્ફિગરેશનમાં જ લોન્ચ કરી છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રીમ વચ્ચે 1.20 લાખ રૂપિયાનો તફાવત છે.
Jimny Zeta- રૂ. 12.74 લાખ
Jimny Alpha - રૂ. 13.69 લાખ
Jimny Zeta AT - રૂ. 13.94 લાખ
Jimny Alpha AT- રૂ. 14.89 લાખ

Mahindra Thar 4x4 Prices
આ રીતે મહિન્દ્રા થારની કિંમત 10.54 લાખ રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ તે કિંમત 4X2 વેરિઅન્ટ માટે છે. પરંતુ અહીં અમે તમને જીમનીની સરખામણીમાં થારના 4X4 વેરિઅન્ટની કિંમત જણાવવા જઈ રહ્યા છીએ. જો કે મહિન્દ્રા થાર 3-ડોર લેઆઉટમાં આવે છે.

Thar AX Opt Convert Top - રૂ. 13.87 લાખ
Thar AX Opt Convert Top Diesel - રૂ. 14.44 લાખ
Thar AX Opt Hard Top Diesel - રૂ. 14.49 લાખ
Thar LX Hard Top - 14.56 લાખ રૂપિયા
Thar LX Convert Top Diesel- રૂ. 15.26 લાખ
Thar LX Hard Top Diesel - રૂ. 15.35 લાખ
Thar LX Convert Top AT - રૂ. 16.02 લાખ
Thar LX Hard Top AT- રૂ. 16.10 લાખ
Thar LX Convert Top Diesel AT - રૂ. 16.68 લાખ
Thar LX Hard Top Diesel AT - રૂ. 16.78 લાખ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news