એક મોબાઈલ વેચીને કંપની કેટલાં રૂપિયા કમાય છે? જાણો સાચી વિગતો
આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરતા જ હશે. દરેક કંપનીના મોબાઈલ અલગ અલગ હોય છે. જેની કિંમત પણ અલગ અલગ હોય છે. જેમાં કંપની પોતાનો નફો એડ કરતી હોય છે. સ્માર્ટ ફોનથી લઈને 5જી ફોન સુધી આજે ટેક્નોલોજી વિકસી છે. જેમ જેમ સારા ફિચર્સવાળા મોબાઈલ લેવા જાઓ તેમ તેમ તેની કિંમતમાં પણ તફાવત જોવા મળતો હોય છે. 5 હજારથી લઈને લાખો રૂપિયા સુધી મોબાઈલની કિંમત જોવા મળતી હોય છે. જેને નક્કી કરવા માટે અલગ અલગ માપદંડ પણ હોય છે.
Trending Photos
નરેશ ધારાણી, અમદાવાદઃ આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરતા જ હશે. દરેક કંપનીના મોબાઈલ અલગ અલગ હોય છે. જેની કિંમત પણ અલગ અલગ હોય છે. જેમાં કંપની પોતાનો નફો એડ કરતી હોય છે. સ્માર્ટ ફોનથી લઈને 5જી ફોન સુધી આજે ટેક્નોલોજી વિકસી છે. જેમ જેમ સારા ફિચર્સવાળા મોબાઈલ લેવા જાઓ તેમ તેમ તેની કિંમતમાં પણ તફાવત જોવા મળતો હોય છે. 5 હજારથી લઈને લાખો રૂપિયા સુધી મોબાઈલની કિંમત જોવા મળતી હોય છે. જેને નક્કી કરવા માટે અલગ અલગ માપદંડ પણ હોય છે.
તમારા મનમાં પણ મોબાઈલ જોઈને એ સવાલ જરૂર આવતો હશે કે આખરે મોબાઈલને બનાવનાર કંપનીને કેટલો નફો થતો હશે. એક મોબાઈલ વેચીને કંપની કેટલા રૂપિયા કમાય છે. મોબાઈલની પડતર કિંમત કેટલી હશે. ફોનની કિંમતના માપદંડ શું હશે. તો આજે આવા જ કેટલાક સવાલના જવાબ મેળવીશું
આઈફોન છે સૌથી મોંઘા:
મોબાઈલની દુનિયામાં સૌથી પ્રથમ ક્રમે આવે છે આઈફોન. એપલ કંપની પોતના પ્રિમિયમ ફોન માટે જાણીતી છે. દુનિયાભરમાં લોકો સૌથી વધુ આઈફોનને પસંદ કરે છે. આઈફોન રાખવાનો સમાજમાં એક રૂતબો માનવામાં આવે છે. જેથી સૌથી મોંઘા હોય છે આઈફોન.
એક ફોન વેચીને કેટલું કમાય છે કંપની:
રિસર્ચ ફર્મ કાઉન્ટ પોઈન્ટના એક રિપોર્ટ મુજબ એપલ દરેક આઈફોનમાં 151 ડોલર એટલે કે લગભગ 9600 રૂપિયાનો ફાયદો મેળવે છે.જે બાકીની કંપનીઓની તુલનામાં ખુબ જ વધારે છે.
અન્ય કંપનીઓ કેટલા કમાય છે:
કાઉન્ટર પોઈન્ટના અહેવાલમાં અન્ય કંપનીઓ એક ફોનમાં કેટલા કમાય છે તેનો ઉલ્લેખ છે.જેમાં સેમસંગ 1900 રૂપિયા, હુઆવે, ઓપો, વીવો લગભગ એકસરખો ફાયદો મેળવે છે. ઓપો 14 ડોલર, વિવો 13 ડોલરનો પ્રત્યેક ફોનમાં ફાયદો મેળવે છે.
માગ અને ખર્ચના આધારે નક્કી થતો હોય છે નફો:
દરેક કંપનીના મોબાઈલની પડતર કિંમત અલગ અલગ હોય છે. સાથે દરેક કંપનીના મોબાઈલની માગ પણ એક સરખી નથી હોતી. જેથી ખર્ચ અને માગને ધ્યાનમાં રાખી કંપનીઓ નફો નક્કી કરતી હોય છે. તમામ પરીબળોને ધ્યાનમાં રાખી એક મોબાઈલમાં કેટલો નફો કમાવવો તે નક્કી કરવામાં આવતું હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે