રણજી ક્રિકેટર બની ગયો જુગારના અડ્ડાનો સંચાલક, ગ્રાઉન્ડ પર પ્લેયર્સને બદલે જુગારીઓને ભેગો કરતો

પાલનપુરની પ્રતિષ્ઠિત જ્યોર્જ ફિફ્થ કલબ (george fifth club) માં ડી.જી વિજિલન્સ ટીમની રેડ પાડવામાં આવી હતી. વિજિલન્સની ટીમે કલબમાં ગુરુવારે જુગાર (gambling) રમતાં 39 લોકોને ઝડપ્યા હતા. જેમાં બનાસકાંઠા પોલીસે જુગારના પત્તાં અને રોકડા 1.75 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે કલબમાંથી જુગારીઓના 17 વાહનો પણ જપ્ત કર્યા હતા. પાલનપુર પૂર્વની પોલીસે 39 જુગારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ જુગારના સંચાલક તરીકે પૂર્વ ક્રિકેટરનુ નામ ખૂલતા જ જિલ્લામાં હડકંપ મચી ગયો છે. પૂર્વ રણજી પ્લેયર અને ક્રિકેટર દિલીપ હડિયોલ (Dilip Hadiyol) નું ધ કિંગ જ્યોર્જ ક્લબના જમીન વિવાદ બાદ હવે જુગારના સંચાલક તરીકેનું નામ સામે આવ્યું છે.

Updated By: Dec 5, 2021, 10:00 AM IST
રણજી ક્રિકેટર બની ગયો જુગારના અડ્ડાનો સંચાલક, ગ્રાઉન્ડ પર પ્લેયર્સને બદલે જુગારીઓને ભેગો કરતો

અલ્કેશ રાવ/બનાસકાંઠા :પાલનપુરની પ્રતિષ્ઠિત જ્યોર્જ ફિફ્થ કલબ (george fifth club) માં ડી.જી વિજિલન્સ ટીમની રેડ પાડવામાં આવી હતી. વિજિલન્સની ટીમે કલબમાં ગુરુવારે જુગાર (gambling) રમતાં 39 લોકોને ઝડપ્યા હતા. જેમાં બનાસકાંઠા પોલીસે જુગારના પત્તાં અને રોકડા 1.75 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે કલબમાંથી જુગારીઓના 17 વાહનો પણ જપ્ત કર્યા હતા. પાલનપુર પૂર્વની પોલીસે 39 જુગારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ જુગારના સંચાલક તરીકે પૂર્વ ક્રિકેટરનુ નામ ખૂલતા જ જિલ્લામાં હડકંપ મચી ગયો છે. પૂર્વ રણજી પ્લેયર અને ક્રિકેટર દિલીપ હડિયોલ (Dilip Hadiyol) નું ધ કિંગ જ્યોર્જ ક્લબના જમીન વિવાદ બાદ હવે જુગારના સંચાલક તરીકેનું નામ સામે આવ્યું છે.

39 જુગારી પકડાયા, 6 ભાગી ગયા
જ્યોર્જ ક્લબમાંથી ઝડપાયેલા હાઈપ્રોફાઈલ જુગારધામમાં 48 કલાક બાદ ફરિયાદ (crime news) નોંધાઈ છે. ગુરુવારે સ્ટેટ મોનિટરીંગ સેલે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર ધ કિંગ જ્યોર્જ ક્લબમાં રેડ પાડી હતી. જેમાં 21 પાના મેરેજનો જુગાર અને રમીની રમત રમતા 40 જેટલા જુગારીયાઓ પકડાયા હતા. હાઈપ્રોફાઈલ એવા આ જુગારધામમાં જુગારીયાઓ માટે તમામ હાઈપ્રોફાઈલ વ્યવસ્થા કરવામા આવી હતી. સ્થળ પરથી 1.75 લાખની રોકડ રકમ મળી કુલ જુદા જુદા વાહનો સાથે 11.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો સમગ્ર કેસમાં 6 જુગારીઓ ફરાર થયા હતા. જેમને ઝડપવા પોલીસ ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસે લાંબી કાર્યવાહી કરીને ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો : એક ગુજરાતીના લગ્નની કમાલની કંકોત્રી, લગ્ન બાદ બની જશે ચકલીનો માળો

રણજી પ્લેયર હતો જુગારધામનો સંચાલક
જોકે, સમગ્ર જુગારના અડ્ડામાં પૂર્વ રણજી પ્લેયર અને ક્રિકેટર દિલીપ હડિયોલનું નામ ખૂલ્યુ છે. જે જુગારનો સંચાલક હોવાનું સામે આવ્યું છે. બાળકો જે ક્લબમાં રમવા આવે છે તેમાં ચાલતા ગોરખધંધાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો હતો. જુગાર ધામ પર સીસીટીવી કેમેરા લગાવી સંચાલક નજર રાખતો હતો.

ક્લબમાં આ રમતો રમાય છે
પાલનપુરની ક્લબમાં વહેલી સવારે દોડવા ઉપરાંત ક્રિકેટ કોચિંગ કેંપ, બેડમિન્ટન કેમ્પ, ટેબલ ટેનિસ કેમ્પ, બિલિયર્ડ, યોગ અને સ્કેટિંગ માટેની સુવિધાઓ હોવાથી મોટી સંખ્યામાં બાળકો અહીં આવે છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ ક્રિકેટર દિલીપ હડિયોલ આ પહેલા પણ અનેક વિવાદમાં સંકળાઈ ચૂક્યા છે. આ પહેલા દિલીપ હડિયલ પ્રતિબંધ હોવા છતા મેચ રમતો ઝડપાયો હતો. દિલીપ હડિયલ પર યુવતીઓ સાથે છેડતીના આરોપમાં ખેલવા પર પ્રતિબંધ લગાવાયો હતો. આ કારણે તેનુ મેચમા સિલેક્શન પણ થયુ ન હતું. બાદ તે દાદાગીરી કરીને સેલવાસમાં સીનિયર ડિસ્ટ્રીક્ટના પંચમહાલની વિરુદ્ધ મેચમાં રમ્યો હતો. દિલીપના મેચ રમવાથી ભારે બબાલ મચી ગઈ હતી.