અનેક નવા ફીચર્સ સાથે માત્ર 5.99 લાખમાં 7 સીટર કાર, મારુતિ અર્ટિગાને ધોળે દિવસે તારા દેખાડશે

ફ્રેન્ચ કાર નિર્માતા કંપનીએ હાલમાં જ ભારતીય બજારમાં પોતાની 7 સીટર કાર ટ્રાઈબરની એક સસ્તી એડિશન લોન્ચ કરી છે. રેનો ટ્રાઈબરની આ નવી એડિશનને ફક્ત 5.99 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત પર ઉતારવામાં આવી છે. 

અનેક નવા ફીચર્સ સાથે માત્ર 5.99 લાખમાં 7 સીટર કાર, મારુતિ અર્ટિગાને ધોળે દિવસે તારા દેખાડશે

ભારતના બજારમાં હાલના દિવસોમાં 7 સીટર ફેમિલી કારો ખુબ લોકપ્રિય થઈ રહી છે. જો તમારે લોંગ ડ્રાઈવ પર જવું હોય કે પછી ફેમિલી સાથે ક્યાંક ફરવા જવું હોય. સેવન સીટર ગાડીઓ પરફેક્ટ ગણાતી હોય છે. દેશમાં મારુતિની અર્ટિગા સૌથી વધુ લોકપ્રિય 7 સીટર કાર છે. જો કે હવે રેનોએ આ સેગમેન્ટમાં અર્ટિગાને પડકાર  ફેંકવા માટે કમર કસી લીધી છે. ફ્રેન્ચ કાર નિર્માતા કંપનીએ હાલમાં જ ભારતીય બજારમાં પોતાની 7 સીટર કાર ટ્રાઈબરની એક સસ્તી એડિશન લોન્ચ કરી છે. રેનો ટ્રાઈબરની આ નવી એડિસનને ફક્ત 5.99 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત પર ઉતારવામાં આવી છે. 

રેનો ટ્રાઈબરની નવી  એડિશનની કિંમત જૂના એડિશનની કિમતની સરખામણીએ લગભગ 34000 રૂપિયા ઓછી છે. કિંમતમાં કાપ મૂક્યા બાદ પણ કંપનીએ આ એમપીવીમાં અનેક અપડેટ અને નવા ફીચર્સ આપ્યા છે. ડિટેલમાં 2024 રેનો ટ્રાઈબર વિશે જાણીએ...

નવા ફીચર્સથી લેસ છે એમપીવી
ટ્રાઈબરની 2024 એડિશનને પહેલાની જેમ ચાર વેરિએન્ટ્સ RXE, RXL, RXT અને RXZ માં લાવવામાં આવી છે. અપડેટની વાત કરીએ તો હવે તે એમપીવી નવી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ ચાર્જર, ડ્રાઈવર આર્મરેસ્ટ અને પાવર્ડ ઓઆરવીએમ સાથે આવી રહી છે. આ ઉપરાંત માનક રંગ વિકલ્પો ઉપલાંત અપડેટેડ ટ્રાઈબરને હવે એક નવા સ્ટેલ્થ બ્લેક બહાર રંગમાં મળે છે. આ કારમાં 84 લીટરનું બૂટ સ્પેસ મળે છે, જેને ત્રીજી પંક્તિની સીટોને નીચે વધુ ઝૂકાવીને 625 લીટર સુધી વધારી શકાય છે. 

રેનો ટ્રાઈબરનું એન્જિન અને ટ્રાન્સમીશન
રેનો ટ્રાઈબર એડિશનમાં 1 લીટર નેચરલી એસ્પિરેટેડ 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનને યથાવત રાખવામાં આવ્યું છે. આ એન્જિન 72 બીએચપીના મહત્તમ પાવર અને 96 એનએમનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. 

ટ્રાઈબરના ફીચર્સ અને સેફ્ટી
ટ્રાઈબરમાં એન્ડ્રોઈડ ઓટો અને એપ્પલ કારપ્લે સાથે 8 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, સ્ટીયરિંગ-માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ, અને મોબાઈલ ફોન કનેક્ટિવિટી જેવા ફીચર્સ મળે છે. એમપીવીમાં પુશ-બટન સ્ટાર્ટ/સ્ટાોપ, બીજી અને ત્રીજી પંક્તિ માટે એસી વેન્ટ, સેન્ટર કન્સોલમાં કોલ્ડ સ્ટોરેજ અને એક ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ મળે છે. આ ઉપરાંત તેના ટોપ વેરિએન્ટ્સમાં નોર્મલની જગ્યાએ સ્માર્ટ કાર્ડ એક્સેસ પણ મળે છે. 

જો પેસેન્જર સેફ્ટીની વાત કરીએ તો તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ઈએસપી), હિલ સ્ટાર્ટ આસિસ્ટ, (એચએસએ), ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ (ટીસીએસ) અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (ટીપીએમએસ) જેવા મહત્વપૂર્ણ ફીચર્સ મળે છે. આ ઉપરાંત ચાર એરબેગ, ઈબીડી સાથે ઈબીએસ, રિયર પાર્કિંગ સેન્સર અને રિયર વ્યૂ કેમેરા આપવામાં આવ્યા છે. આ કાર 4 સ્ટાર GNCAP સેફ્ટી રેટિંગ સાથે આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news