હવે સુરત પોલીસ લોન અપાવવા મદદ કરશે, ડાયલ કરો 100 નંબર પર
Money Lenders : વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્તિ અપાવવા સુરત પોલીસની અનોખી પહેલ..... 100 નંબર પર ફોન કરી લોકો ઓછા વ્યાજદરની લોન માટે મેળવી શકશે માહિતી....
Trending Photos
Surat Police Initiative ચેતન પટેલ/સુરત : હાલ આખા ગુજરાતમાં વ્યાજખોરીનું દૂષણ ઘૂસ્યુ છે. જેની સામે સરકારે અભિયાન શરૂ કર્યું છે. ત્યારે સુરત પોલીસે અનોખી પહેલ શરૂ કરી છે. વ્યાજખોરોના દૂષણમાંથી સુરત પોલીસ લોકોને મુક્તિ અપાવશે. હવે પોલીસને 100 નંબર પર ફોન કરશો એટલે લોન અપાવવામાં પણ મદદરૂપ થશે. ઓછા વ્યાજદરે લોન માટે રહેઠાણના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાશે. સુરત પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, લોકોને અલગ-અલગ 13 સ્કીમો આધારે લોન અપાવવામાં મદદરૂપ થશે. પોલીસે અલગ અલગ પ્રકારની સરકારી સ્કીમોમાં લોનનું વ્યાજ દર તેમજ કયા કયા ડોક્યુમેન્ટો આધારે લોન મળી શકે તેની માહિતી પણ આપશે. પોલીસ માનવતાના ધોરણે જરૂરીયાતમંદ લોકોને લોન અપાવવાનું પણ કામ કરશે.
સુરત પોલીસ હાલ વ્યાજખોરોથી મુક્તિ અપાવવા એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે કહ્યું છે કે, જે લોકોએ ઓછા વ્યાજે લોન જોઈએ તે પોલીસનો સંપર્ક કરી શકશે. નવી પહેલના ભાગરૂપે માનવતાના ધોરણે હવે પોલીસ લોકોને લોન લેવામાં મધ્યસ્થી કરશે.
આ પણ વાંચો :
સુરત પોલીસ દ્વારા 156 જેટલા ઈસમો સામે ગુના નોંધવામાં આવ્યા છે. બેંકો સાથે ચર્ચા કરી લોકોને કેવી રીતે સરળતાથી લોન મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેંકની લોન સિસ્ટમ સરળ બનાવામાં આવશે. હવે પોલીસને 100 નંબર પર ફોન કરશો એટલે લોન અપાવવામાં પણ મદદરૂપ થશે. ઓછા વ્યાજદરે લોન માટે રહેઠાણના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાશે. લોકોને અલગ-અલગ 13 સ્કીમો આધારે લોન અપાવવામાં સુરત પોલીસ મદદરૂપ થશે. પોલીસે અલગ અલગ પ્રકારની સરકારી સ્કીમો, લોનનું વ્યાજ દર, તેમજ કયા કયા ડોક્યુમેન્ટો આધારે લોન મળી શકે તેની માહિતી પણ આપશે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં વ્યાજખોરો પર પોલીસે સપાટો બોલાવ્યો છે. અત્યાર સુધી કુલ 15 વ્યાજખોરને પાસા કરાયા છે. 20 દિવસમાં 161 વ્યાજખોર સામે કાર્યવાહી કરાઈ છે. તાજેતરમાં 8 વ્યાજખોરોને પાસા હેઠળ અમદાવાદ, નડિયાદ અને વડોદરા જેલભેગા કરાયા છે. પોલીસે છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. જેમાં 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો પણ દાખલ કર્યો છે. હવે પોલીસે વ્યાજખોરોની સામે ગાળીયો ફીટ કરવા માટે પાસા હેઠળની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સુરત પોલીસે 8 વ્યાજખોરોની અટકાયત કરી પાસામાં ધકેલી દીધા છે.
આ પણ વાંચો : અમરેલીના કપલનું ગામઠી સ્ટાઈલનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ જોઈને આફરીન થઈ જશો, દેશી અંદાજે સૌનું મન મોહી લીધું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે