ટુંક સમયમાં જોવા મળશે Nokiaનો જબરદસ્ત ફોન 7.1 Plus, આ હશે ફિચર્સ

Nokia 6.1 Plusની ડિસ્પ્લે 6 ઇંચ (15.24 સેંટિમીટર) હશે, જેના રિઝોલ્યૂશન 1800x2280 પિક્સલ હશે. ઓસ્પેક્ટ રેશિયો 19:9 છે આ ફોન Android V8.1 (ઓરિયો) ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં ઓક્ટા કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનની રેમ 4 જીબી છે

Dushyant karnal Dushyant karnal | Updated: Sep 10, 2018, 11:13 AM IST
ટુંક સમયમાં જોવા મળશે Nokiaનો જબરદસ્ત ફોન 7.1 Plus, આ હશે ફિચર્સ
મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોન 29 નવેમ્બર 2018 લોન્ત કરવામાં આવી શકે છે. (ફીચર ફોટો નોકિયા 6.1 પ્લસ સાભાર સોશિયલ મીડિયા)

નવી દિલ્હી: જુલાઇ મહિનામાં Nokia 6.1 Plus લોન્ચ થયો હતો. તેના ચાર મહિના પછી નવેમ્બરમાં Nokia 7.1 Plus સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, Nokia 7.1 Plusને 29 નવેમ્બર 2018 લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, આ વિષય પર હજુ સુધી કંપની દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર, Nokia 7.1 Plusની ડિસ્પ્લે 6 ઇંચ (15.24 સેંટિમીટર) હશે, જેના રિઝોલ્યૂશન 1800x2280 પિક્સલ હશે. ઓસ્પેક્ટ રેશિયો 19:9 છે આ ફોન Android V8.1 (ઓરિયો) ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં ઓક્ટા કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનની રેમ 4 જીબી છે.

બેટરીની વાત કરીએ તો તેમાં 3150 mAhની બેટરી આપવામાં આવે છે. કેમેરાની વાત કરીએ તો 13 મેગાપિક્સલ રિયર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરો 16 મેગાપિક્સલનો છે. આ કેમેરાથી લેવામાં આવેલી તસવીરનું રિઝોલ્યૂશન 4128X3096 પિક્સસ છે. કેમેરાના બીજા ફિચર્સની વાત કરીએ તો ડિજિટલ ઝૂમ, ઓટો ફ્લેશ, ફેસ ડિટેક્શન અને ટચ ટૂ ફોકસ ફિચર્સનો ઉપયોગ કરવામાં આવ્યો ચે. આ ઉપરાંત ઓટો ફોકસની પણ સુવિધા આપવામાં આવી છે. કેમરા શૂટિંગ મોડની વાત કરીએ તો કંટીન્યૂએસ શુટિંગ અને હાઇ ડાઇનામિક રેંજ મોડ (HDR)ની સુવિધા પણ આપવામાં આવી છે.

Nokia 6.1 Plus display

Nokia 6.1 Plusનો ફુલ એચડી ડિસ્પ્લે 5.8 ઇંચ છે, જેનું રિઝોલ્યૂશન 1080x2280 પિક્સલ છે. (ફાઇલ ફોટો નોકિયા 6.1 પ્લસ)

ગેમિંગ માટે આ ફોન કેટલો સારો છે?
ગેમિગ માટે વાત કરીએ તો, આ ફોનમાં Adreno 616 ગ્રાફિકલ પ્રોસેસિંગ યૂનિટ (GPU)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇંટર્નલ સ્ટોરેજ 64 જીબી છે. એસડી કાર્ડની મદદથી તેની મેમેરી 400 જીબી સુધી વધારી શકાય છે.

અન્ય ફિચર્સની વાત કરીએ તો ડુઅલ GSM સ્લોટ આપવામાં આવ્યા છે પહેલા સ્લોટમાં નેનો સિમ અન બીજા સ્લોટમાં સિમ અથવા તો એસડી કાર્ડ લગાવી શકાય છે. આ ઉપરાંત 3.5 mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.