ઇન્ડિયન માર્કેટમાં ધાંસૂ ફિચર્સની સાથે લોન્ચ થયો OnePlus 6T, આ છે કિંમત

નવા ફોનની શરૂઆતની કિંમત 37,999 રૂપિયા છે. કંપનીએ નવા સ્માર્ટપોનને ત્રણ વેરિએન્ટ 6 GB/ 128 GB મેમેરી/ 8 GB/ 128 GB મેમેરી અને 8 GB/ 256 GB  મેમેરી સાથે લોન્ચ કર્યો છે.

ઇન્ડિયન માર્કેટમાં ધાંસૂ ફિચર્સની સાથે લોન્ચ થયો OnePlus 6T, આ છે કિંમત

નવી દિલ્હી: અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસે (OnePlus) નવો સ્માર્ટફોન વનપ્લસ 6ટી (OnePlus 6T) લોન્ચ કર્યો છે. નવા ફોનની શરૂઆતની કિંમત 37,999 રૂપિયા છે. કંપનીએ નવા સ્માર્ટપોનને ત્રણ વેરિએન્ટ 6 GB/ 128 GB મેમેરી/ 8 GB/ 128 GB મેમેરી અને 8 GB/ 256 GB  મેમેરી સાથે લોન્ચ કર્યો છે. આ ફોન. 1 નવેબરની રાત્રે 12 વાગે કંપનીની વેબસાટપર oneplus.in અને અમેઝોન ઇન્ડિયા પર મળવાનો શરૂ થઇ ગયો છ. ત્યારે 3 નવેમ્બરે આ ફોન વનપ્લસ સ્ટોર, રિલાયન્સ ડીઝીટલ અને ક્રોમા સેન્ટર પર મળશે.

ત્રણ વેરિએન્ટની સાથે આવ્યો વનપ્લસ 6ટી
ફોનને 6 GB/ 128 GB મેમેરીવાળા ફોનની કિંમત 37,999 રૂપિયા છે. તેના બીજા એટલે કે 8 GB/ 128 GB મેમેરીવાળા ફોનની કિંમત 41,999 રૂપિયા અને 8 GB/ 256 GB વાળા ફોનની કિંમત 45,999 રૂપિયા રાખવામાં આવી છે. સ્માર્ટફોનમાં ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ટેકનિક, 6.41 ઇંચની ડિસ્પ્લે અને 3,700 mAhની બેટરી આપવામાં આવી છે. વનપ્લસના સંસ્થાપક તેમજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પેટ લાઉએ કહ્યું કે અમે સતત લોકોને સર્વશ્રેષ્ઠ અનુભવ અપાવવા માટે પોતાને પડકાર આપીએ છે. અમે જે સાચું હોય છે તે કરીએ છે, ભલે પછી કંઇપણ કરવું પડે.

ક્વાલકેમ સ્નેપડ્રેગ 845 પ્રોસેસર
એન્ડ્રોયડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરનાર વનપ્લસ 6ટીમાં ક્વાલકેમ સ્નેપડ્રેગ 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 6 GBની સાથે 128 GBની ઇન્ટરનલ સ્ટોરેજ અને 8 GBની સાથે 128 અને 256 GBની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં 16 MP અને 20 MPના રિયર કેમેરા છે. આ ઉપરાંત તેમાં 16 MPનો ફ્રંટ ફેસિંગ કેમેરો પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ, Wi-Fi, 4G VoLTE અને GPS આપવામાં આવ્યું છે.

ફોનમાં આપવામાં આવ્યું છે ફિંગર સ્કેનર
ફોનના ડિઝાઇનની વાત કરીએ તો તેને એમ્બ્રેસ્ડ ગ્લાસ ડિઝાઇન આપવામાં આવી છે. વનપ્લસ 6T પહેલા લોન્ચ કરવામાં આવેલા વનપ્લસ 6થી લાંબો ફોન છે. ફોનને લોન્ચ કરતા પહેલા ઓફિશિયલ માર્કેટિંગ ઇમેજમાં બે રંગ દેખાડવામાં આવ્યા છે. મિરર બ્લેક અને મિડનાઇટ બ્લેક, ડ્યૂઅલ કેમેરાની સાથે તેમાં ફિંગર સ્કેનર આપવામાં આવ્યું છે. કંપનીએ તેને 'Screen Unlock' નામ આપ્યુ છે. ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપની સાથે 3700mAh બેટરીની સાથે ડેશ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news