Paytmના ગ્રાહકો માટે મોટા સમાચાર, આજથી બદલાઇ જશે આ નિયમ
પૈસાની લેણદેણ સાથે જોડાયેલા મોટાભાગના કામ ડિજિટલ માધ્યમ (digital payment system)થી કરવામાં આવે છે. જો તમે પેટીએમ ઇ-વોલેટ (paytm e-wallet)નો ઉપયોગ કરો છો તો આજથી તમારા ખિસ્સા પર બોજો પડવાનો છે, કારણ પેટીએમ સાથે જોડાયેલો આ નિયમ બદલાઇ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: પૈસાની લેણદેણ સાથે જોડાયેલા મોટાભાગના કામ ડિજિટલ માધ્યમ (digital payment system)થી કરવામાં આવે છે. જો તમે પેટીએમ ઇ-વોલેટ (paytm e-wallet)નો ઉપયોગ કરો છો તો આજથી તમારા ખિસ્સા પર બોજો પડવાનો છે, કારણ પેટીએમ સાથે જોડાયેલો આ નિયમ બદલાઇ રહ્યો છે. એવામાં જો પેટીએમ (Paytm)નો ઉપયોગ કરો છો તો તમારા માટે મોટા સમાચાર છે, કારણ કે પેટીએમ સાથે જોડાયેલો એક નિયમ આજથી 30 ડિસેમ્બરથી પેટીએમ વોલેટ (paytm wallet)માં પૈસા ટ્રાંસફર કરવાના નિયમમાં ફેરફાર થવાનો છે. ગ્રાહકોને હવે ક્રેડિટ કાર્ડ વડે પેટીએમ વોલેટમાં પૈસા નાખવા પર ચાર્જ ચૂકવવો પડશે.
લાગશે એક્સ્ટ્રા ચાર્જીસ
પેટીએમની વેબસાઇટ પરથી મળતી માહિતી અનુસાર 10 હજાર રૂપિયા સુધી વોલેટમાં ક્રેડિટ કાર્ડ દ્વારા પૈસા ઉમેરતાં કોઇ ચાર્જ લાગશે નહી, પરંતુ જો તમે તેનાથી વધુ પૈસા એડ કરો છો તો 1.7 ટકા ચાર્જ સાથે જીએસટી પણ ચૂકવવો પડશે.
જાણકી માટે તમને જણાવી દઇએ કે જો તમે 10 હજારથી એક પણ રૂપિયો વધુ એડ કરો છો તો પુરી રકમ પર તમારે ચાર્જ ચૂકવવો પડશે.
ઉદાહરણ તરીકે જો તમે 12 હજાર રૂપિયા તમારા વોલેટમાં ઉમેર્યા છે તો તમારે 12 હજાર રૂપિયા પર 1.7 ટકા+જીએસટી લાગશે. એટલે કે તમારે આ મુજબ 240 રૂપિયા વધારે ચૂકવવા પડશે અને તમારા ક્રેડિટ કાર્ડમાંથી 1240 રૂપિયા કપાશે.
બીજી રીતે સમજીએ તો જો તમે વોલેટમાં પહેલાં 5 હજાર રૂપિયા ઉમેરી ચૂક્યા છો હવે ફરીથી 5 હજાર એડ કરો છો તો કોઇ ચાર્જ ચૂકવવો નહી પડે. પરંતુ જો 5 હજારથી એકપણ રૂપિયો વધુ એડ કર્યો તો પુરી એમાઉન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે. એટલે કે તમારે 5 હજાર બાદ 6 હજાર રૂપિયા એડ કરવા માંગો છો તો તમારે 6 હજાર માટે ચાર્જ ચૂકવવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે