iPhone 14 Launch Date Timing: આ તારીખે આટલા વાગે લોન્ચ થશે iPhone 14! અહીં જુઓ એપલ લાઈવ ઇવેન્ટ

Apple Live Event For iPhone 14 Launch: અમે તમને જણાવીએ કે તમે લોન્ચ ઇવેન્ટને લાઈવ કેવી રીતે અને ક્યાં જોઈ શકો છો, તે પહેલા તમને iPhone 14 સીરિઝ સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ આપીએ છીએ

iPhone 14 Launch Date Timing: આ તારીખે આટલા વાગે લોન્ચ થશે iPhone 14! અહીં જુઓ એપલ લાઈવ ઇવેન્ટ

Apple Live Event For iPhone 14 Launch: અમેરિકા આધારિત ટેક દિગ્ગજ કંપની એપલ ઓછામાં ઓછા ચાર નવા iPhones- iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max ને 7 સપ્ટેમ્બરના લોન્ચ કરવા જઈ રહી છે. ભારતીય સમય અનુસાર Apple iPhone 14 સીરિઝને લોન્ચ ઇવેન્ટ 10:30 PM પર શરૂ થશે. આ પહેલા અમે તમને જણાવીએ કે તમે લોન્ચ ઇવેન્ટને લાઈવ કેવી રીતે અને ક્યાં જોઈ શકો છો, તે પહેલા તમને iPhone 14 સીરિઝ સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ આપીએ છીએ. જે અત્યાર સુધી સામે આવી છે. જેમ કે, iPhone 12 અથવા iPhone13 ની સાથે જોવા મળ્યું કે કંપનીએ 4 મોડલ લોન્ચ કર્યા હતા. તે જ રીતે iPhone14 ના પણ ચાર મોડલ લોન્ચ કરવામાં આવશે. જોકે, તેમાં મિની મોડલ નહીં મળે. iPhone 14 રેન્જમાં iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro અને iPhone 14 Pro Max હશે.

લીક થઈ નવી iPhone 14 સીરિઝની કિંમતો!
કેટલાક મીડિયા રિપોર્ટમાં નવા iPhone 14 સીરિઝની કિંમતોને લઇને દાવો કરવામાં આવ્યો છે, જેના અનુસાર iPhone 14 ની કિંમત 749 ડોલર એટલે કે 59,440 રૂપિયા, iPhone 14 Max ની કિંમત 849 ડોલર એટલે કે 67376 રૂપિયા, iPhone 14 Pro ની કિંમત 1,049 ડોલર એટલે કે 83248 રૂપિયા અને iPhone 14 Pro Max ની કિંમત 1,149 ડોલર એટલે કે 91184 રૂપિયાથી શરૂ થઈ શકે છે. જોકે, વધારે ટેક્સ હોવાના કારણે ભારતમાં આ ફોનની કિંમત વધારે હોઈ શકે છે. રિપોર્ટ્સમાં આ પણ દાવો કરવામાં આવ્યો છે કે, iPhone 14 અને iPhone 14 Max માં A15 Bionic ચિપ હશે જ્યારે બાકી બે મોડલમાં A16 Bionic ચિપ મળશે.

iPhone 14 લોન્ચ ઇવેન્ટ ક્યાં જોઇએ?
એપલની iPhone 14 સીરિઝની લોન્ચ ઇવેન્ટ તેમના કેલિફોર્નિયા સ્થિત હેડક્વોટરમાં યોજાશે પરંતુ તમે ઘરે બેઠા જોઈ શકો છો. એપલ લોન્ચ ઇવેન્ટનું ઓનલાઈન સ્ટ્રીમિંગ પણ કરી રહ્યું છે. એપલ તેના iPhone 14 લોન્ચ ઇવેન્ટને ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ સહિત તેમના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઈટ પર ઓનલાઈન સ્ટ્રીમ કરશે. તમે આમાંથી કોઈપણ પ્લેટફોર્મ પર જઈ લોન્ચ ઇવેન્ટ લાઈવ જોઇ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news