એક જ દિવસમાં ગુજરાતના 2 ખેડૂતોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, તો બીજી તરફ જગતનો તાત બેહાલ થયો છે. ખેતીની વિવિધ સમસ્યાઓથી પિડાતા ખેડૂતો મોતને વ્હાલુ કરી રહ્યાં છે. તો કેટલાક ખેડૂતો સરકારની ભ્રષ્ટ નીતિથી કંટાળેલા છે. ત્યારે આજે ગુજરાતમાં ખેડૂતોના બે એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં બે ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.
એક જ દિવસમાં ગુજરાતના 2 ખેડૂતોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદ :ગુજરાતમાં એક તરફ પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, તો બીજી તરફ જગતનો તાત બેહાલ થયો છે. ખેતીની વિવિધ સમસ્યાઓથી પિડાતા ખેડૂતો મોતને વ્હાલુ કરી રહ્યાં છે. તો કેટલાક ખેડૂતો સરકારની ભ્રષ્ટ નીતિથી કંટાળેલા છે. ત્યારે આજે ગુજરાતમાં ખેડૂતોના બે એવા કિસ્સા સામે આવ્યા છે, જેમાં બે ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.

DwarkaImmolation.JPG

ભાણવડના ખેડૂતે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
ખંભાળીયા ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં આજે એક ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. મોટા કાલાવડ ગામે પુલના કામ સહિત અનેક કામમાં સરપંચ તેમજ તલાટી દ્વારા લાખોના થયેલ ભ્રષ્ટાચારના અનેક લેખિત પુરાવાઓ આપ્યા હોવા છતાં તંત્ર દ્વારા ભ્રષ્ટ લોકો સામે કાર્યવાહી ન કરાતા ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભાણવડના વેજાનંદ રામા કનારાએ આ અંગે તંત્રને અગાઉથી જાણ કરી હતી. છતાં પોલીસ દ્વારા કોઈ આગમચેતીના પગલા લેવામાં આવ્યા ન હતા. ખેડૂતે આત્મવિલોપનનો પ્રયાસ કરતા, આસપાસના લોકોએ તેનો જીવ બચાવ્યો હતો. બાદમાં પોલીસે તેની અટકાયત કરી હતી. 

મોડાસામાં ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ  
મોડાસાના સજાપુરમાં ખેડૂત જગદીશ પટેલ નામના ખેડૂતો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. મોડાસાના તબીબના માનસિક ત્રાસના કારણે ખેડૂતો સ્યુસાઈડ નોટ લખીને ઝેરી દવા પીધી હતી. જમીન ખરીદીમાં મોડાસાના એક તબીબે તેમને વચ્ચે રાખ્યા હતા. બાનાખત પેટે તબીબે ખેડૂતને 12.5 લાખની રકમ આપી હતી. ત્યારે આ તબીબ બે વર્ષથી બાનાખાતની રકમની ઉઘરાણી કરતા હતા. તેથી કંટાળીને ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતને બેભાન અવસ્થામાં સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news